મુંબઈ સહીત ખિલાડી અક્ષય કુમાર નું ગોવા અને કેનેડા માં પણ છે આલીશાન ઘર, જુઓ તસવીરો


બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મ અને અભિનયની સાથે સાથે તેની અંગત જિંદગી અને તેની જીવનશૈલીને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેના ઘર, બંગલા, કાર જેવી ચીજો માટે તે ખુબ જ સમાચારોમાં રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ખેલાડી પાસે એક નહીં પણ ઘણા બંગલા છે અને તે ફક્ત મુંબઇ જ નહીં પરંતુ કેનેડા અને ગોવા જેવા સુંદર સ્થળોએ છે. તો ચાલો આજે અમે તમને અક્ષય કુમારના લક્ઝુરિયસ બંગલાઓ વિશે જણાવીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય.

અભિનેતા અક્ષય કુમાર એક સ્ટાર છે જે પ્રોપર્ટીમાં વધારે રોકાણ કરવાનું પસંદ કરે છે. હાલમાં અક્ષય તેની પત્ની ટ્વિંકલ, પુત્ર આરવ અને પુત્રી નિતારા સાથે જુહુના ડ્યૂપ્લેક્સમાં રહે છે. જે ખૂબ જ ભવ્ય છે જેને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ પોતાના હાથથી શણગારેલો છે. બંગલો સમુદ્રનો સુંદર દેખાવ આપે છે. આ બંગલાની કિંમત આશરે 80 કરોડ છે. એટલું જ નહીં અક્ષય પાસે લોખંડવાલામાં ફ્લેટ અને બાંદ્રામાં ડુપ્લેક્સ પણ છે.


આટલું જ નહીં, ખેલાડી કુમાર અહીંથી અટક્યો નહીં અને તેણે ટોરોન્ટોમાં બંગલો ખરીદ્યો. તેણે ટોરોન્ટોમાં એક એપાર્ટમેન્ટ નહિ પરંતુ આખી પહાડી ખરીદેલી છે. અક્ષય કુમાર ટોરેન્ટોમાં કેટલાક પોશ એપાર્ટમેન્ટ્સ અને બંગલો ધરાવે છે. જ્યાં અક્ષય તેના પરિવાર સાથે રજા પર આવે છે. તેઓ અહીં લગભગ એક મહિનો વિતાવે છે.

અક્ષય કુમારનો ગોવામાં બંગલો પણ છે. અક્ષય ગોવા પસંદ છે અને ઘણીવાર તે તેના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. અક્ષયનો ગોવામાં પોતાનો એક વિલા છે. લગભગ 10 વર્ષ પહેલા અક્ષયે આ વિલાને 5 કરોડમાં ખરીદ્યો હતો. અક્ષયનો આ બંગલો દરિયા કિનારે છે. અહીં અભિનેતા પોતાના પરિવાર સાથે બીચ પર કલાકો સુધી ચાલે છે. પોતાના પ્રાઇવેટ પુલ માં સ્વિમિંગ પણ કરે છે. ગોવામાં, તે પ્રખ્યાત શેફને બોલાવે છે જેઓ તેમના પરિવાર માટે રસોઇ બનાવે છે.


અભિનેતાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે ઘણી ફિલ્મોમાં  જોવા મળ્યા હતા. જો કે, કોરોના વાયરસને કારણે તેની ફિલ્મ આ વર્ષે રીલિઝ થઈ શકી નથી. સૌથી વધારે ચર્ચા રોહિત શેટ્ટી સાથે ફિલ્મ સૂર્યવંશી વિશે હતી. આ ફિલ્મમાં અક્ષય પોલીસની ભૂમિકામાં જોવા મળશે.


આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય અને કેટરીના ઘણા લાંબા સમય પછી એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ સિવાય અક્ષય પૃથ્વીરાજ, લક્ષ્મી બોમ્બ અને બેલ બોટમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. કોરોના વાયરસને કારણે સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ આગળ ધપાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર અક્ષય કુમાર તેની ફિલ્મ લક્ષ્મીબોમ્બને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે.

Post a comment

0 Comments