ઓક્સફોર્ડ માં અભ્યાસ કર્યા બાદ બેન્ક માં જોબ કરતી હતી પટૌડી ખાનદાનની નાની દીકરી, ફિલ્મોમાં ના શક્યો સિક્કો

પટૌડી પરિવારમાં જન્મેલી, સોહા અલી ખાનનો જન્મ 4 ઓક્ટોબર 1978 માં થયો હતો. સોહા આ વર્ષે પોતાનો 41 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. સોહા અલી ખાન પટૌડી રાજવંશના નવમા નવાબ મન્સૂર અલી ખાનની પુત્રી છે. સોહાની માતા શર્મિલા ટાગોર 70 - 80 ના દાયકાની મોટી અભિનેત્રી રહી છે. તો તેનો ભાઈ સૈફ અલી ખાન પણ ફિલ્મોમાં સક્રિય છે. સોહા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.

સોહાની મોટી બહેન સબા અલી ખાન જ્વેલરી ડિઝાઇનર છે. તે ડાયમંડ ચેન પણ ચલાવે છે. સોહાએ તેની સ્કૂલનું શિક્ષણ દિલ્હીની બ્રિટીશ સ્કૂલથી કર્યું હતું. ત્યારબાદ તે લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગઈ હતી.

સોહા ભણવામાં ખૂબ સારી હતી. તે પછી તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર માસ્ટર ડિગ્રી કરી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી સોહાએ બેંકમાં કામ શરૂ કર્યું. તેણે ફોર્ડ ફાઉન્ડેશન અને સિટીબેંકમાં કામ કર્યું છે. જોકે, સોહા નો સિક્કો ફિલ્મોમાં ખાસ કંઈ ચાલી શક્યો નહિ.

સોહા અલી ખાને વર્ષ 2004 માં બંગાળી ફિલ્મ 'ઇતિ શ્રીકાંતા'થી ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં તેણે 'દિલ માંગે મોર' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોહાને 'રંગ દે બસંતી' ફિલ્મથી ઓળખ મળી. વર્ષ 2006 માં આવેલી આ ફિલ્મ માટે સોહાને આઈફા અને જીફાની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

વર્ષ 2015 માં સોહાએ તેના બોયફ્રેન્ડ કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા કુણાલે સોહાને 9 કરોડનો ફ્લેટ ગિફ્ટ કર્યો હતો. સોહા અને કૃણાલ ખેમુ ને પણ એક પ્રેમાળ પુત્રી ઇનાયા છે. દીકરીના જન્મ પછી સોહા હાલમાં ફિલ્મ્સથી દૂર છે. તેમણે પ્રેગ્નેન્સી વિશે એક પુસ્તક પણ લખ્યું છે.

Post a comment

0 Comments