સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અભિનેત્રી ના બાળપણ ની તસ્વીર, શું તમે ઓળખી?

બોલિવૂડ સેલિબ્રિટીજની તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી રહે છે. ફેન્સ પોતાના પસંદીદા સેલિબ્રિટી ની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે. તો ત્યાં જ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા ઉપર પોતાના ફેન્સ માટે તસવીર શેર કરે છે જે તેમણે ના જોયેલી હોય. ત્યાં હાલમાં એક અભિનેત્રીની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે. જેમાં તેમને ઓળખવી પણ મુશ્કેલ છે.

આ તસવીર બોલિવૂડ અભિનેત્રી ના બાળપણ ની છે. જેને જોઇને તમે પણ ઓળખી નહીં શકો કે આ અભિનેત્રી કોણ છે. અમે તમને કહી દઈએ કે પહેલી વખત જોઈને અમે પણ ઓળખી શક્યા ન હતા કે આટલી ગોળ મટોળ અને ક્યૂટ દેખાતી બાળકી છે કોણ? શું તમે પણ ઓળખી શક્યા કે આ અભિનેત્રી કોણ છે? તો અમે તમને કહીએ કે અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણ છે.

દીપિકા પાદુકોણના બાળપણની આ સુંદર તસવીર સોશિયલ મીડિયા ઉપર આ દિવસોમાં ઝડપથી વાયરલ થઇ રહી છે. દીપિકાની આ તસવીર તેમના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરમાં દીપિકા ખૂબ જ ક્યુટ નજર આવી રહી છે. તસ્વીર ની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે 'ક્યુટ પોટેટો'.

દીપિકાની આ તસવીર ને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા ઉપર આવતાંની સાથે જ ખૂબ જ વાયરલ થઇ રહી છે. બધા જ લોકો માટે ઓળખવી મુશ્કેલ થઈ રહી છે કે આ દીપિકા પાદુકોણ છે. કહી દઈએ કે ફક્ત દીપિકાના ફેન પેજ જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ ખુદ પણ આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે. દિપીકા પોતાના ફેન્સ સાથે ઘણી તસવીર શેર કરતી રહે છે.

દીપીકા જ નહીં પરંતુ તેમના પતિ રણવીર સિંહ પણ સોશિયલ મીડિયા ઉપર આ દિવસોમાં ઘણા એક્ટિવ છે. દીપિકા અને રણવીર આ દિવસોમાં ઘરે કોરોનટાઇન માં છે અને એકબીજાની સાથે સમય વિતાવી રહ્યા છે. રણવીર સોશિયલ મીડિયા દ્વારા દીપિકા ના હાથની બનાવેલી ડીશ શેર કરતા રહે છે, ત્યાં જ દીપિકા આ દિવસોમાં પોતાની તસવીર શેર કરતી રહે છે. દીપિકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થાય છે.

Post a comment

0 Comments