બિગ બોસ ફેમ દેવોલિના ના ઘર ની સજાવટ છે ખુબજ ખાસ, જુઓ તસ્વીર

ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજી બિગ બોસના કારણે ચર્ચામાં રહી હતી. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

તે જ સમયે, તે સાથ નિભાના સાથિયા ગોપી બહુ તરીકે ખૂબ પ્રખ્યાત થઇ. જિયા માનેક તેની પહેલા ગોપી બહુ તરીકે પ્રખ્યાત હતી પરંતુ હુક્કાબારમાં પકડાઈ ગયા પછી જીયા માનેકને શો છોડવો પડ્યો અને પછી દેવોલિનાએ ગોપી વહુનો રોલ શરૂ કર્યો. દેવોલીનાએ પોતાનું કામ ખુબજ શિદ્દત સાથે કર્યું અને ખૂબ જલ્દીથી તેણે પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. દેવોલિનાના ચાહકો તેની સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલા રહે છે. આજે અમે તમને બિગ બોસ ફેમ દેવોલિનાનું ઘર બતાવીશું.

દેવોલિનાએ તેના રૂમમાં એક બ્રાઇટ કલરના સોફા રાખ્યા છે. વાદળી રંગના સોફા પરના રંગબેરંગી ગાદી ના કવર તેમના રૂમ ની ચમક વધારે છે.

દેવોલિના થોડા વર્ષો પહેલા મુંબઈની એક ઉંચી ઇમારતમાં ઘર લીધું હતું. તે ઘણી વાર શૂટિંગના સમય પછી તેના ઘરની સજાવટ પર ધ્યાન આપે છે.

તેમના લિવિંગ રમ માં હળવા રંગના પડદા, તેમજ દિવાલો હળવા રંગની છે.

ગણપતિ ઉત્સવ દરમિયાન તે પોતાનાં ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. ગણપતિ દર વર્ષે તેના ઘરે બિરાજે છે.

દેવોલિના એ તેના ઘરે ડોગી રાખેલો છે. દેવોલિના ને તેના પપી સાથે ખુબજ પ્રેમ છે. તે સોશિયલ મીડિયા પર તેના પપ્પીની તસવીરો શેર કરે છે.

દેવોલિનાએ ઘરના દરેક ખૂણાને શણગારવામાં ખૂબ કાળજી લીધી છે. તેના ઘરની લાઈટો પણ ખૂબ જ સુંદર છે.

તમને દેવોલિના વિશે જણાવી દઉં કે તે માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ ખૂબ સારી ભરતનાટ્યમ ડાન્સર પણ છે. તેણે ડાન્સ ઈન્ડિયા ડાન્સ શોમાં ઓડિશન પણ આપી ચુકી છે.

દેવોલિના ખુબજ સુંદર ગાય પણ છે. તેણે ઘણી વખત સોશ્યલ મીડિયા પર પોતાની ગાયકીની પ્રતિભા બતાવી છે.

દેવોલિના મુંબઈના એક એપાર્ટમેન્ટમાં રહે છે. ઘણી વખત તેણે પોતાના એપાર્ટમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Post a comment

0 Comments