સીરીયલ 'વીર કી અરદાસ વીરા' ફેમ એક્ટ્રેસ દીગાંગના સૂર્યવંશી તેનો 23 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1997 માં મુંબઇમાં થયો હતો. દીગાંગના સૂર્યવંશીએ બાળ કલાકાર તરીકેની અભિનય કારકીર્દિની શરૂઆત વર્ષ 2002 માં ટીવી શો 'ક્યા હાદસા ક્યા હકીકત'થી કરી હતી.
આ પછી તે બીજી ઘણી સિરિયલોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. દીગાંગના સિરીયલ 'કૃષ્ણ અર્જુન' અને 'શકુંતલા', 'સાથ નિભાના સાથિયા ',' બાલિકા વધુ ',' કુબુલ હૈ 'સહિતના ઘણા શોમાં જોવા મળી છે.
દિગાંગના આજે કોઈ ઓળખાણ ની મોહતાજ નથી. તેણે સિરિયલમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં એક અલગ છાપ છોડી દીધી છે.
ત્યાંજ દીગાંગનાએ 2013 માં સ્ટાર પ્લસ પરના શો 'વીર કી અરદાસ વીરા' થી ઘરે ઘરે ઓળખ મળી હતી. આ ભૂમિકા બદલ તેણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.તેમણે બોક્સ ક્રિકેટ લીગ સીઝન 1 અને સિઝન 2 માં પણ ભાગ લીધો હતો, જ્યાં તે મુંબઈ વોરિયર્સ અને મુંબઇ ટાઈગર્સ તરફથી રમતી જોવા મળી હતી.
આ સાથે દિગાંગના 2015 ના રિયાલિટી શો 'બિગ બોસ 9' માં એક સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તે બિગ બોસમાં અત્યાર સુધીની સૌથી સફળ સ્પર્ધક રહી છે. તે સમયે, દીગાંગના માત્ર 17 વર્ષની હતી.
ફિલ્મ્સ વિશે વાત કરીએ તો દીગાંગનાએ 2018 માં ફિલ્મ ફ્રાય ડેથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ પછી તેણે ફિલ્મ 'જલેબી' માં અનુ ની ભૂમિકા પણ ભજવી હતી, આ ફિલ્મમાં તેની સાથે રિયા ચક્રવર્તી પણ જોવા મળી હતી. હિંદી સિવાય તે સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય છે. તે ગોવિંદાની સાથે ફિલ્મ "રંગીલા રાજા" માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે.
દીગાંગના સૂર્યવંશીના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ 'વેલિયમ'માં જોવા મળશે.
તે ફિલ્મ ‘વેલીયમ’માં દિશાની ભૂમિકામાં જોવા મળશે. જોકે, હાલમાં આ ફિલ્મ વિશે વધારે જાણકારી નથી.
આ સિવાય તે ફિલ્મ 'સીટીમાર'માં પણ જોવા મળશે. જેનું નિર્દેશન સંપત નંદી કરશે. આ ફિલ્મમાં ગોપીચંદ, તમન્નાહ અને દીગાંગના સૂર્યવંશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
0 Comments