ઋષિ, ઈરફાન અને સુશાંત ને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની ફિલ્મો ની સ્પેશ્યલ સ્ક્રીનિંગ

દિવંગત અભિનેતા ઇરફાન ખાન, ઋષિ કપૂર અને સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મ્સ મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવશે. મહોત્સવમાં ઇરફાનની 'સોંગ ઓફ સ્કોર્પિયન', ઋષિની '102 નોટઆઉટ' અને સુશાંતની ફિલ્મ 'કેદારનાથ'ની સ્ક્રીનિંગ થશે.

મીતુ ભૌમિકે કહ્યું કે કલાકારો તેમની ધરોહર દ્વારા જીવે છે. આ કેટલાક શ્રેષ્ઠ પુરુષો હતા. જેમણે કેટલીક અવિશ્વાશનીય ફિલ્મો કરી હતી. જે હંમેશાં દરેકની સાથે રહેશે. આ પ્રસંગે તેમને યાદ રાખવું મહત્વપૂર્ણ હતું. અમે અમારા પ્રેક્ષકો માટે કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરી છે. જે અમને તેમના જીવનની ઝલકમાં તેમની સાથે આપણું જીવન જીવવા માટેની બીજી તક આપશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તેમનું નુકસાન ભરપાઈ થવું મુશ્કેલ છે. પરંતુ તેમની ફિલ્મોનો જાદુ આવનારી પેઢીઓનું મનોરંજન કરશે.

તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરની ફિલ્મ '102 નોટઆઉટ'માં અમિતાભ બચ્ચન પણ છે. ફિલ્મમાં અમિતાભ ઋષિના પિતાની ભૂમિકામાં છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ'માં સારા અલી ખાન પણ છે. આ સારાની પ્રથમ ફિલ્મ છે. ઇરફાન ખાનની 'સોંગ ઓફ સ્કોર્પિયન' નું દિગ્દર્શન અનૂપ સિંહે કર્યું હતું. અગાઉ આ બંનેએ ફિલ્મ 'કિસ્સા' માં કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ઇરફાન ખાનનું 29 એપ્રિલે અને બીજા દિવસે 30 એપ્રિલે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું. બંને સીતારાઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ હતા. તે જ સમયે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ તેમના મૃત્યુના કેસની તપાસ કરી રહી છે.

Post a comment

0 Comments