દશેરા પર જેકલીન ફર્નાડિજ એ આપી સરપ્રાઈઝ, સ્ટાફ મેમ્બર ની ગિફ્ટ કરી કાર

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ લોકોને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં મદદ કરે છે. દશેરાના શુભ પ્રસંગે, જેક્લીને તેના સ્ટાફ સભ્યોમાંથી એકને ભેટ આપી હતી, જેની તેણે ક્યારેય અપેક્ષા નહિ કરી હોઈ. આ બાબતે હવે બધે ચર્ચા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેક્લીન ફર્નાન્ડીઝે કાર તેના સ્ટાફ મેમ્બરમાંથી એકને ભેટ આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ તેની સાથે વર્ષોથી કામ કરે છે. તે બોલિવૂડમાં એન્ટ્રી થઈ ત્યારથી જ સ્ટાફ મેમ્બર જેક્લીન સાથે છે.

જેક્લીન પહેલેથી જ આ કાર બુક કરાવી ચૂકી હતી પરંતુ તે જાણતી નહોતી કે આ ક્યારે પહોંચશે. જ્યારે તે સેટ પર શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે કાર પહોંચાડાઇ હતી. તે જ સમયે જેક્લીને કારની ચાવી તેના સ્ટાફને સોંપવાનું નક્કી કર્યું.

જેકલીન ફર્નાન્ડીઝને તેના સેટ પર કાર મળી. આ પછી, સેટ પર સરપ્રાઈઝ આપતી વખતે, અભિનેત્રીએ કારની ચાવી તેના સ્ટાફ મેમ્બરને આપી. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જેક્લીન છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ મિસ્ટર સિરિયલ કિલરમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મો કિક 2 અને સર્કસ છે.

Post a comment

0 Comments