14 ઓક્ટોબર એ બુધ દેવ તુલા રાશિ માં વક્રી, આ રાશિના લોકોને મળશે શુભ પરિણામ

બુધ દેવ 14 ઓક્ટોબર એ તુલા રાશિ માં વક્રી રહ્યા છે અને પછી 3 નવેમ્બર એ માર્ગી થશે. તેના પહેલા બુધ ને તુલા રાશિ માં 22 સપ્ટેમ્બર એ પ્રવેશ કર્યો હતો, જયારે આ રાશિ માં જ વક્રી થવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર માં કોઈ પણ ગ્રહ નું વક્રી અવસ્થામાં ફળ સારું માનવામાં આવતું નથી, પરંતુ કુંડળી માં સ્થિતિ ના અનુસાર તે લાભપ્રદ પણ હોય છે. ચાલો જાણીએ બુધ ના વક્રી થવાથી બધીજ રાશિઓ પર શું પ્રભાવ પડશે.

મેષ : આ સમય તમારે થોડું સાંભળીને ચાલવું પડશે. તમારે થોડા વિવાદો થી બચવાનું છે. જો કોઈ માંગલિક કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ અવધિ ઠીક નથી.

વૃષ : આર્થિક લેવડ-દેવડ માટે સમય ઠીક નથી. થોડી સાવધાની ની જરૂર છે. નિજી જીવન માં તમને આ સમય પોતાના સબંધો સુધારવાની આવશ્યકતા છે.

મિથુન : આ અવધિ તમારા માટે શુભ રહેશે. તમે પોતાના ભવિષ્ય ને લઈને કોઈ ઠોસ પ્લાનિંગ કરી શકો છો.  ઘરે કોઈ પણ પ્રકાર નું માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે.

કર્ક : આ અવધિ સેહત ની દ્રષ્ટિ થી ઠીક નથી. પોતાના ના સેહત નું ધ્યાન રાખો. નોકરી માં પોતાના અધિકારી સાથે તાલમેલ બનાવીને રાખો. તેમને નારાજ કરવું તમારા માટે સારું નહિ હોય.

સિંહ : આ સમય તમારા માટે કઠિન રહેશે. સફળતા મેળવવા માટે પહેલા થી વધુ પતિશ્રમ કરવું પડશે. યાત્રા થી લાભ થઇ શકે છે. કોઈ પણ અધૂરા કાર્ય ને પુરા થવાની સંભાવના છે.

કન્યા : આર્થિક નિર્ણય લેવામાં આ સ્થિતિ શુભ રહેશે. ઉભું રહેલું ધન મળી શકે છે. પરંતુ ખર્ચ સાંભળીને કરો.

તુલા : તુલા રાશિના લોકો ને કોઈ પણ વાત ની ટેંશન લેવાની આવશ્યકતા નથી. તમારી મહેતનત રંગ લાવશે અને સફળતા મળશે.

વૃષિક : આ અવધિ તમારા માટે ચુનોતી પૂર્ણ થઇ શકે છે. પોતાના કાર્ય ને સાંભળીને કરો. કેમ કે સિનિયર્સ ની નજર તમારા કાર્ય પર રહેશે.

ધનુ : બુધ ની વક્રી ચાલ નો પ્રભાવ શુભ ફાળકારી થઇ શકે છે. તમને કાર્યક્ષેત્ર માં લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. ખાસકરીને નોકરી-વેપાર કરવા વાળા જાતકો ને આ સમય ફાયદા થવાનો પ્રબળ સંભાવના રહેશે.

મકર : બુધ ની વક્રી ચાલ તમારા માટે શુભ કહી શકાય છે. આ સમય તમારા માટે સારું ફળ આપી શકે છે. પરિવાર માં કોઈ પણ પ્રકાર ના માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે.

કુંભ : બુધ ની વક્રી ચાલ તમારા માટે શુભ ફાળકારી થઇ શકે છે. આ અવધિ માં ઉન્નતિ અને સફળતા ના યોગ બની રહ્યા છે, મહેનત થી કાર્ય કરો ઉચિત પરિણામ મળશે.

મીન : આર્થિક દ્રષ્ટિ થી આ અવધિ શુભ નહિ હોય. એટલા માટે ધન ના મામલા માં થોડા સતર્ક રહો. વગર કોઈ વિચાર્યે નિર્ણય લેવો હાનિકારક થઇ શકે છે.

Post a comment

0 Comments