બધીજ સમસ્યાઓ ને દૂર કરવા માટે આ નવરાત્રી પર કરો આ ઉપાય

આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરે આરંભ થઇ રહી છે. આ નવરાત્રીમાં તમે થોડાક વિશેષ ઉપાય અજમાવી ને પોતાની બધી સમસ્યા નું સમાધાન મેળવી શકો છો. આ ઉપાય ના ફક્ત જોવામાં અને કરવામાં પણ સરળ છે. તેમજ તરત તમને રાહત પણ આપે છે. તો ચાલો જાણીએ થોડાક એવા ઉપાયો વિશે.

જો તમને ઘણી મહેનત કરવા છતાં પણ તમારું કામ બની નથી રહ્યું અથવા લગાતાર અસફળતા મળી રહી છે તો કોઈ પણ શુભ મુહૂર્તમાં વડલાનું પાન તોડીને તેના ઉપર તાજી હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં પૂજા સ્થાન ઉપર રાખી દો. તેનાથી તમારા બગડેલા કામ જાતે જ બની જશે.

નવરાત્રિમાં કોઈપણ શુભ મુહુર્તમાં શંખપુષ્પી નું મૂળ લાવો અને તેને ધોઈને ચાંદીના ડબ્બામાં રાખીને ઘરની તિજોરી અથવા તો અલમારી માં રાખી દો. ઘરમાં પૈસાની આવક દિવસેને દિવસે વધવા લાગશે. ક્યારેય કોઈપણ પ્રકાર ની ઉણપ નહીં રહે.

નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં તુલસીના છોડને ઘરે લાવીને કૂંડામાં રોપી દો. સવારે અને સાંજે આ છોડને જળ અર્પણ કરવાં તથા દેશી ઘીનો દીપક પ્રગટાવવો. તેનાથી જલ્દી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ આવશે.

કોઈપણ શુભ મુહુર્તમાં કેળા ના છોડ ને ઘરે લાવીને તેને કૂંડામાં રોપી દો. તથા હર ગુરુવારે તેના ઉપર થોડું કાચું દૂધ ચઢાવો અને સવારે તેમજ સાંજે જળ અર્પણ કરો. તેનાથી જલ્દી ઘરમાં ધન આવવાનું શરૂ થશે.

નવરાત્રી ના દિવસે શુભ મુહૂર્તમાં હારસિંગાર નું મૂળ લાવીને તેમને વિધિવત પૂજા કરો તથા તેને ઘરે તિજોરીમાં રાખી દો. તેનાથી પણ ધન સંબંધીત મુશ્કેલીઓ દૂર થશે.

ભગવાન શિવ ના પ્રિય ધતુરા નું મૂળ ને ઘરમાં સ્થાપિત કરી આદ્યશક્તિ મહાકાલી ના બીજ મંત્ર ક્રિ નો જાપ કરો તેનાથી બધી જ પ્રકારની સમસ્યાઓ પૂર્ણ થશે અને સુખ સંપન્નતા પ્રાપ્ત થવા લાગશે.

ડિસ્ક્લેમર : 'આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

Post a comment

0 Comments