બાળપણ માં ખુબજ ક્યૂટ દેખાતી હતી પરિણીતી ચોપડા, સોશ્યલ મીડિયા પર તસવીરો થી જીતી લે છે ફૈન્સ નું દિલ

બોલીવુડની ચુલબુલી અને ખુશમિજાજ અભિનેત્રી પરિણીતી ચોપરાનો જન્મ 22 ઓક્ટોબર 1988 માં થયો હતો. પરિણીતી આજે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. પરંતુ તેણે ક્યારેય બોલિવૂડમાં પગ રાખવાનું સ્વપ્ન જોયું ન હતું. પરિણીતી એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હતી. પરંતુ તેનું ભાગ્ય કંઈક અલગ હતું. તેની નટખટ સ્ટાઇલ માટે જાણીતી પરિણીતી બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી. પરિણીતીની બાળપણની કેટલીક તસવીરો તેના જન્મદિવસ પર તમને બતાવવા જઈ રહ્યા છીએ.

પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે. પરિણીતી ઘણી વખત પોતાનું બાળપણ ઘણી વાર યાદ કરે છે. તેણે ફાધર્સ ડે નિમિત્તે બાળપણની આ તસવીર પણ શેર કરી હતી. આ તસવીરમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં ગોલુ-મોલુ પરિણીતીની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

પરિણીતી ચોપડા પોતાના જ નહીં પરંતુ સમગ્ર પરિવારના બાળપણના ફોટા શેર કરતી રહે છે. આ તસવીર પરિણીતીએ તેના ભાઈ સહજ ચોપરાના જન્મદિવસ પ્રસંગે શેર કરી હતી. જેમાં તે તેની ગોદમાં લઈને સાથે બેઠી છે. તસવીર જોઇને ખબર પડે છે કે ભાઈ-બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ છે.

પરિણીતીએ તેની એક તસવીરના કેપ્શનમાં કહ્યું હતું કે લોકો ઘણી વાર તેને તેના પિતાની કોપી કહેતા હતા. તેના તસવીરો જોઈને પણ આ વાત સાચી સાબિત થાય છે. આ બેમાંથી એક તસવીરમાં પરિણીતી ખૂબ જ નાની છે અને તેના માતાપિતા સાથે જોવા મળી રહી છે. તો બીજી તસ્વીર પરિણીતીના સ્કૂલના દિવસોની છે.

પરિણીતી કદાચ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હતી. પરંતુ તેને નાનપણથી જ કલા ક્ષેત્ર માં રસ હતો. પરિણીતી તેના સ્કૂલના દિવસોમાં નાટકો, ગીતો અને નૃત્યમાં ભાગ લેતી. પરિણીતીની એક શાળામાં નાટક દરમિયાન ની આ તસવીર છે. જેમાં તે તેના બે મિત્રો સાથે ઉભી જોવા મળી રહી છે.

Post a comment

0 Comments