રશ્મિ દેસાઈ નો દુર્ગા પૂજા લુક થયો વાયરલ, લાલ સાડી માં લાગી રહી હતી ખુબજ સુંદર

ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 13 ફેમ રશ્મિ દેસાઈ આજકાલ ઘણી બધી હેડલાઇન્સમાં છે. તેનું કારણ તેના ફેસ્ટિવલ લુક પિક્ચર્સ છે. નવરાત્રી દરમિયાન પરંપરાગત કપડાંમાં તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે રશ્મિ નો એક વધુ લેટેસ્ટ ફોટોશૂટ ખુબજ ચર્ચા માં આવી રહ્યો છે. રશ્મિ ની લાલ સાડી ની તસ્વીર જોઈ ફેન્સ ના દિલો ની ધડકન ઉભી રહી ગઈ છે. તે દુર્ગા પૂજા ના લૂક માં નજર આવી રહી છે.

લાલ સાડી અને લાલ બંગડી અને સિંદૂર સાથે રશ્મિ ખૂબસૂરત લાગી રહી છે. તેણે તેના નાકમાં મોટું નથ પહેર્યું છે અને માંગ માં સિંદૂર દમકી રહ્યું છે. તેનો શ્રુંગાર દેવી દુર્ગા જેવો લાગે છે.

આંખોમાં કાજલ અને ખુલ્લા વાળવાળા રશ્મિ દેસાઈનો દિવ્ય દેખાવ ચાહકોને કાયલ બનાવી રહ્યો છે. ચાહકો તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

રશ્મિ દેસાઈનું ફોટોશૂટ જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી ટૂંક સમયમાં જ લગ્ન કરવાનું વિચારી રહી છે કે કેમ. તે જ સમયે, રશ્મિના આ બોલ્ડ અવતારની તસવીર પ્રશંસકોના દિલને ચોરી ગઈ છે. રશ્મિ દેસાઈની આ તસવીરે સોશિયલ મીડિયાનો પારો ખૂબ જ વધાર્યો છે.

જણાવી દઈએ કે ટીવી પર સંસ્કારી બહુની ભૂમિકા ભજવનારી રશ્મિ, ફેન્સને સતત પોતાની હોટનેસથી કાયલ કરી લે છે. રશ્મિનો બોલ્ડ અવતાર ફરી એકવાર હેડલાઇન્સનો ભાગ બની રહ્યો છે.

ટીવી સીરીયલ ઉતરનથી રશ્મિ દેસાઈને ઘરે ઘરે ઓળખાણ મળી અને તે પછી તે ઘણી સિરીયલોમાં નજર આવ્યા બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ગઈ છે સાથે જ તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ સારી છે.

રશ્મિ દેસાઇ બિગ બોસ 13 માં જોવા મળી હતી જ્યાં તેણે બધાના દિલ જીત્યા હતા. એવા સમાચાર છે કે રશ્મિ દેસાઈ પણ બીબી 14 માં જોવા મળી શકે છે, જોકે આ સમાચાર પર કોઈ સત્તાવાર સમાચાર નથી.

Post a comment

0 Comments