Ticker

6/recent/ticker-posts

રાત્રે પૂજા માં ભૂલીને પણ ના કરો આ 5 ભૂલો, થઇ શકે છે નુકશાન

હિન્દુ ધર્મમાં સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. શાસ્ત્રોના નિયમો અનુસાર, સાંજની પૂજા સમયે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સંધ્યા પૂજા સમયે, આપણે અજાણતાં ભૂલો કરીએ છીએ અને તે ભૂલોને લીધે, આપણ ને તે પૂજાનો પૂરો લાભ મળતો નથી. ચાલો આપણે જાણીએ કે સાંજની પૂજા દરમ્યાન શું ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શાસ્ત્રો મુજબ રાત્રી પૂજા સમયે શંખ વગાડવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે રાત્રે પૂજા કરવાથી દેવી-દેવતાઓની નિંદ્રા બાધિત થાય છે. હકીકતમાં, સૂર્યાસ્ત પછી દેવતાઓ સૂઈ જાય છે અને શંખનો અવાજ તેમની નિંદ્રા તોડી નાખે છે. આ ઉપરાંત, શંખનો અવાજ વાતાવરણમાં હાજર અન્ય પ્રકારના સજીવોના આરામને પણ અટકાવે છે. આવા કિસ્સામાં, શંખ વગાડવાથી લાભને બદલે નુકસાન થાય છે. જો તમને રાત્રી પૂજાનો પૂરો લાભ જોઈએ છે તો રાત્રે શંખનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

શંખની જેમ રાત્રેની પૂજામાં પણ ઘંટડી વગાડવી જોઈએ નહીં. ઘંટડીનો અવાજ દેવી-દેવતાઓની નિંદ્રામાં પણ ખલેલ પહોંચાડે છે. તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પછી ઘંટડીનો ઉપયોગ ન કરવો જોઇએ.

શાસ્ત્રોના નિયમો અનુસાર કોઈએ રાત્રે પંચ દેવની પૂજા ન કરવી જોઈએ. પંચદેવોમાં સૂર્ય ભગવાન, ભગવાન ગણેશ, દેવી દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યાદિ પંચદેવતાની પૂજા કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

સૂર્યાસ્ત પછી ન તો તુલસીનાં પાનને સ્પર્શ કરવો જોઈએ કે ન તોડવા જોઈએ. શાસ્ત્રોમાં આ સમયે તુલસીને સ્પર્શ કરવો પ્રતિબંધિત હોવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આ સમયે તુલસી લીલા કરવા જાય છે. આ સમયે તુલસીની આરતી દીપ સાથે કરવી જોઈએ. સૂર્યાસ્ત સમયે પાંદડાઓને સ્પર્શ કરવાથી ઘનનું સંકટ આવે છે અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

રાત્રે પૂજા કરતી વખતે, તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ કરવાથી તમને શુભ ફળ મળે છે અને વાસ્તુમાં પણ આ દિશાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વળી, ભગવાન શિવની ઉપાસનામાં હંમેશાં ઉત્તર દિશાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિશામાં પૂજા કરવાથી ઘન-ઘાન્ય તેમજ આનંદમાં વધારો થાય છે. આ દિશા સ્થિરતાનું સૂચક છે અને કુબેરની સીધી દ્રષ્ટિ આ દિશામાં પડે છે.

Post a comment

0 Comments