14 વર્ષ ની દોસ્તી પછી સેહવાગે કર્યો હતો પ્રપોજ, લગ્ન કરવામાં લાગી ગયા 17 વર્ષ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગના લગ્નના 16 વર્ષ પુરા થઈ ચુક્યા છે. તેમણે પોતાના બાળપણની મિત્ર આરતી સેહવાગ સાથે 2004માં લગ્ન કર્યા હતા. લગ્નના 16 વર્ષ ઉપર તેમણે પત્ની સાથે ફોટો શેર કરતા લખ્યું 'આજના દિવસે આજે અમે એકબીજાની ગળે પડ્યા હતા.' તેમની પત્ની આરતી એ પણ આ એનિવર્સરી ના અવસર ઉપર ઘણા ફોટો શેર કર્યા છે. આરતીએ આ ફોટો શેર કરતા લખ્યું છે '16 વર્ષ લગ્નના' પરંતુ સેહવાગ માટે આ લગ્ન સરળ હતા નહિ. તે સાત વર્ષની ઉંમરમાં પહેલીવાર આરતી ને મળ્યા હતા. તેના 14 વર્ષ પછી તેમણે આરતી ને લગ્ન માટે પ્રપોઝ કર્યો અને ત્રણ વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. સેહવાગના ઘરવાળા આ લગ્ન ના પક્ષમાં હતા નહીં અને તેમણે ઘણી મુશ્કેલીથી બધા લોકોને રાજી કર્યા હતા.

આરતી ને મળ્યા પછીના 17 વર્ષ પછી સહેવાગે તેમની સાથે લગ્ન કર્યા હતા.

સાત વર્ષની ઉંમરમાં આરતી પહેલી વાર મળવા વાળા સહેવાગ 14 વર્ષ સુધી દોસ્ત રહ્યા પછી તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો.

સેહવાગ વર્ષ 2002માં મજાકિયા રીતે આરતી ને પ્રપોઝ કર્યો અને આરતી એ મજાકમાં જ તેને સ્વીકાર કરી લીધો હતો.

સેહવાગ એ એનિવર્સરી ના અવસર પર પત્ની માટે ખૂબ જ સુંદર ટ્વિટ કરીને તેમના જીવનમાં આવવા માટે ધન્યવાદ કહ્યું.

આરતીની બુવાના લગ્ન સેહવાગ ના કઝીન સાથે થયા હતા ને આ બંને પહેલેથી જ સંબંધ હતા.

આ સંબંધના કારણે બંને ફક્ત સાત વર્ષની ઉંમરમાં એકબીજાને મળ્યા હતા.

સેહવાગે કહ્યું હતું કે તેમના પરિવારમાં તેના સંબંધીઓ સાથે લગ્ન નથી કરતા તે કારણથી પોતાના પરિવાર વાળાને મનાવવા માં ઘણો સમય લાગી ગયો.

સેહવાગના સિવાય આરતીના પરિવારવાળા પણ લગ્નના પક્ષમાં હતા નહિ પરંતુ ત્યારબાદ બધા જ આ વાતને માની ગયા હતા.

સેહવાગ અને આરતી ના બે બાળકો છે આર્યવીર અને વેદાંત. એ બંને પોતાની સ્કૂલ નો અભ્યાસ કરી રહ્યા છે.

આરતી ને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી એટલા માટે તે સહેવાગનું સ્કૂલ અને ચેરિટી વર્ક સંભાળી લે છે. 

Post a comment

0 Comments