છ મહિના થી કોરોના મરીજો ની સેવા કરી રહી હતી એક્ટ્રેસ શીખ મલ્હોત્રા, હવે ખુદ થઇ કોરોના પોજીટીવ

છેલ્લા કેટલાક મહિનાઓથી, આખું વિશ્વ કોરોના નામના રોગચાળાનો સામનો કરી રહ્યું છે અને આ રોગચાળા સામે લડવામાં દુનિયાભરના તબીબી કર્મચારીઓ મોખરે છે. આવી સ્થિતિમાં, છેલ્લા 6 મહિનાથી, અભિનેત્રી અને નર્સ શિખા મલ્હોત્રા સંપૂર્ણ ઇમાનદારીથી પોતાની ફરજ બજાવી રહી હતી. કોવિડ દર્દીઓની ઘણી સેવા કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે અભિનેત્રી પોતે પણ આ વાયરસનો શિકાર બની છે. હા, શિખા મલ્હોત્રાની કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ છે. ગુરુવારે, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના અહેવાલની પુષ્ટિ કરી.

શિખાએ ઈંસ્ટાગ્રામ પર તેના બે ફોટાઓનો કોલાજ શેર કર્યો છે અને તેણે લખ્યું છે કે, "કોરોના પોઝિટિવ આવ્યા બાદ એડમિટ થઇ ગઈ છું, ઓક્સિજન ની કમી મહેસુસ થઇ રહી છે. છેલ્લાં 6 મહિનાથી કોરોના દર્દીઓની સેવા આપના બધાની શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ સાથે કરે છે આમાંથી એક તસ્વીર તે હોસ્પિટલના પલંગ પર છે અને બીજી તસ્વીરમાં તે પીપીઈ કીટ પહેરીને નર્સિંગ માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી શિખા મલ્હોત્રા મુંબઈની બીએમસી હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે નોકરી કરતી હતી અને આ દરમિયાન તેણીએ ઘણા દર્દીઓ સ્વસ્થ થતા જોયા હતા અને ત્યારબાદ અન્ય ઘણા લોકોને મોત નીપજતા જોયા હતા. આ વર્ષે માર્ચથી, તે દર્દીઓની સંભાળ લેવામાં સતત વ્યસ્ત રહેતી હતી.

શીખાએ કોરોના વાયરસના વધતા જતા રોગને કારણે વણટીયર વાંટીયર નર્સ તરીકે દર્દીઓની સેવા કરવાનું પગલું ભર્યું છે. શિખાને આ માટે બીએમસીની મંજૂરી પણ મળી છે. શિખા હાલમાં મુંબઇના જોગેશ્વરી પૂર્વમાં આવેલી હિન્દુ હૃદય સમ્રાટ બાલસાહેવ ટ્રોમા હોસ્પિટલમાં સ્વયંસેવક નર્સ તરીકે પોસ્ટ કરાઈ હતી.

શિખાની બોલિવૂડ કારકિર્દીની વાત કરીએ તો તેણે 'ફેન', 'રનિંગ શાદી', 'કાંચલી' ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનય કરતા પહેલા શિખાએ નવી દિલ્હીની વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરગંજ હોસ્પિટલમાંથી 2014 માં નર્સિંગનો અભ્યાસક્રમ કર્યો હતો. જોકે, તે અભિનયના કારણે તેની નર્સિંગ પ્રેક્ટિસ પૂરી કરી શકી નથી.

Post a comment

0 Comments