સની લિયોની ની દીકરી નિશા થઇ 5 વર્ષ ની, મહારાષ્ટ્ર ના અનાથાલય થી લીધી હતી દત્તક

બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોને તાજેતરમાં જ પોતાની પુત્રી નિશા કૌર વેબરના જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ શેર કરી છે. સનીએ આ પોસ્ટ ખૂબ જ ખાસ રીતે લખી છે. આ સુંદર પોસ્ટ દ્વારા સનીએ પોતાની પુત્રીને ભગવાનની સુંદર ભેટ ગણાવી છે. વળી, સનીએ આ પોસ્ટમાં નિશાના તેના ભાઈઓ પ્રત્યેની સંભાળ રાખવાના સ્વભાવનો પણ ઉલ્લેખ કર્યો છે.

પોસ્ટ શેર કરતા સન્નીએ લખ્યું, "જન્મદિવસ ની શુભકામના સ્વીટ એંજલ નિશા કોર વેબર. તમે અમારી જિંદગી નો પ્રકાશ છો, જયારે અમને ખબર પડી કે તમે મારી દીકરી બનવા જઈ રહ્યા છો. આજે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તમે પાંચ વર્ષ ના થવા જઈ રહ્યા છો. તમે સ્માર્ટ, લિવિંગ, કેયરિંગ અને હંમેશા પોતાના ભાઈઓ નું ધ્યાન રાખવા વાળી છો અને ભગવાન ની ખુબજ સુંદર ભેટ છો."

આગળ, સની લખે છે, "હું આશા રાખું છું કે તમારો પ્રેમ એક વ્યક્તિને વધુ સારી વ્યક્તિ બનાવી શકે છે. અમે આપણા જીવનના એક એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં ઘણા લોકો દયાળુ હોવાને બદલે ક્રૂર હોય છે. હું આશા રાખું છું. કે આપણે ફરીથી સંતુલન અને શાંતિના એવા તબક્કે આવી શકીએ જ્યાં પ્રેમ નફરત થી ઓછો હોય. આપણે બધા અપેક્ષા રાખીએ છીએ કે આપણા બાળકો દયાળુ રહે. તમે અને બધા બાળકો જગતનું ભવિષ્ય છો. છેવટે સની લખે છે, "તમારા જન્મદિવસ માટે, હું શપથ લેઉ છું કે હું તમારો સંદેશ ફેલાવવા અને દયાળુ પણાને રેસ્ટોર કરવાનો પ્રયાસ કરીશ. જેની અમને પણ જરૂર છે."

તમને જણાવી દઈએ કે પોર્ન સ્ટારથી બોલિવૂડ એક્ટ્રેસ સુધીની સફર કરનારી સની લિયોન આજે આખા બોલીવુડ પર રાજ કરે છે. સની લિયોન હંમેશાં તેના દેખાવ, સુંદરતા અને તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

સની એ બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેમના ફેન્સ માટે પોસ્ટ્સ શેર કરે છે.

સની લિયોન હાલમાં પતિ ડેનિયલ વેબર અને ત્રણેય બાળકો સાથે અમેરિકા છે. 

તમને જણાવી દઈએ કે સન્ની અને તેના પતિ ડેનિયલ વેબરએ સૌ પ્રથમ 2017 માં મહારાષ્ટ્રના લાતુરના એક ગામથી નિશાને દત્તક લીધી હતી અને તેનું નામ નિશા કૌર વેબર રાખ્યું હતું. નિશા તે સમયે 21 મહિનાની હતી. 

સની પહેલા 11 યુગલો દ્વારા નિશાને દત્તક લેવાની ના પાડી હતી. આ દત્તક એજન્સી CARA દ્વારા જણાવ્યું હતું. યુગલો દત્તક લેતા પહેલા બાળકોના રંગ, દેખાવ, તબીબી ઇતિહાસનું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ સનીએ તે બધું જોયું નહીં. તેણે દત્તક લીધી છે અને પ્રેમથી નિશા ની પરવરીશ કરી છે. 

નિશાને તેમના પરિવારનો એક ભાગ બનાવ્યા પછી, માર્ચ 2018 માં સની અને ડેનિયલ સેરોગસી દ્વારા જોડિયા પુત્રોના માતાપિતા બન્યા.

સનીના પુત્રો આશાર અને નુહસિંહ વેબર છે.

Post a comment

0 Comments