ઘર ના મંદિર માં રાખી દો આ વસ્તુ, સુખદ રહેશે વાતાવરણ

ઘરના મંદિરમાં આપણે રોજ પૂજા-અર્ચના કરીએ છીએ. નિયમો દ્વારા, દીવાઓ, ધૂપ કરીએ છીએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાની ભાવના ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિએ નિયમિત નિયમો દ્વારા પૂજાગૃહમાં પૂજા કરવી જોઈએ. આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરના મંદિરમાં ખૂબ મહત્વની છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે…

એક લોટો જળ

ઘરના મંદિરમાં લોટામાં જળ ભરવું જોઈએ. શક્ય હોય તો લોટો તાંબાનો રાખો અને તુલસીને પાણીમાં નાંખો. પૂજા કર્યા પછી, આ પાણી પરિવારના બધા સભ્યોને આપો, તે પછી, તાજું શુધ્ધ પાણી ફરીથી ભરવું જોઈએ.

ચંદન

શક્ય હોય તો ઘરના મંદિરમાં ચંદન રાખો. ચંદન શાંતિ અને ઠંડક પ્રદાન કરે છે. ચંદનની મોહક સુગંધ ઘરે સકારાત્મકતા રહે છે.

અક્ષત

અક્ષત, એટલે કે ચોખાના દાણા. ઘરના મંદિરમાં પણ અક્ષત હોવું જોઈએ, તે સમૃદ્ધિનું પ્રતીક છે.

પુષ્પ

ઘર ના મંદિર માં દેવી દેવતાઓ ની સામે ફૂલ અર્પણ કરવા જોઈએ. પૂજા ઘર માં ફૂલ હોવું શુભ માનવામાં આવે છે.

રોલી

રોલી એટલે કુમકુમ. ઘર ના મંદિર માં કુમકુમ પણ હોવું જોઈએ. કુમકુમ ને ચોખા ની સાથે માથા પર લગાવવા માં આવે છે.

ધૂપ

ઘર ના મંદિર માં ધૂપ નો પ્રયોગ હોવો જોઈએ. ધૂપ સુગંધ ને વધારવાનું કાર્ય કરે છે. તેની મનમોહક ખુશ્બુ ઘર ના વાતાવરણ માં સકારાત્મકતા નો સંચાર કરે છે.

દિપક

ઘર ના મંદિર માં દિપક હોવો ખુબજ જરૂરી છે. નિત્ય નિયમ થી ઘર માં દિપક પ્રજ્વલિત કરવો જોઈએ. આવું કરવું શુભ હોઈ છે.

ધંટડી

ઘર ના મંદિર માં ઘટાડી હોવી જોઈએ. જ્યાં નિત્ય ઘંટડી નો પ્રયોગ થાય છે. ત્યાં નું વાતાવરણ સારું હોય છે. ઘંટડી ની ઘ્વનિ થી નકારાત્મકતા દૂર થાય છે.

શંખ

શંખ ની ઘ્વનિ થી નકારાત્મકતા દૂર જાય છે. જે પણ ઘર માં નિત્ય શંખ નો પ્રયોગ થાય છે, ત્યાં સકારાત્મકતા નો વાસ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘર માં શંખ હોય છે. ત્યાં માતા લક્ષ્મી નો વાસ થાય છે.

ગંગા જળ

ઘર ના મંદિર માં ગંગા જળ રાખવું જોઈએ. ઘર માં ગંગાજળ છાંટવા થી નકારાત્મકતા દૂર જાય છે.

Post a comment

0 Comments