Ticker

6/recent/ticker-posts

આ બૉલીવુડ સ્ટાર્સ એ વિદેશ માં અભ્યાસ કર્યા પછી એક્ટિંગ ની દુનિયામાં રાખ્યો પગ

બોલિવૂડની આ દુનિયામાં બધા જ લોકો જવા માંગે છે પરંતુ બધા જ લોકોના નસીબમાં આ અલગ દુનિયામાં પહોંચવું સરળ નથી હોતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિતારા ની દુનિયા સામાન્ય લોકોથી ખૂબ જ અલગ હોય છે. પછી ભલે તે રહેણી કહેણી હોય અથવા તો તેમના ભણતર વિશે ની હોય. આજે અમે તમને બોલિવૂડના સ્ટાર વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમણે વિદેશમાં મોંઘો અભ્યાસ કરીને એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો છે.

રણબીર કપૂર

રણબીર કપૂર ની સ્કૂલિંગ મુંબઈ ના 'HR College Of Commerce And Economics' થી થઈ. ત્યારબાદ તેમણે ન્યૂયોર્ક થી ફિલ્મ પ્રોડક્શન કર્યો છે. તેમને 'Lee Strasberg Theater and Film Institute', New York થી એક્ટિંગ શીખી.

સોહા અલી ખાન

બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન ની ગણતરી વેલ એજ્યુકેટેડ એક્ટ્રેસમાં થાય છે. તેમણે પોતાની સ્કૂલ શિક્ષા દિલ્હીથી બ્રિટિશ સ્કૂલ થી પૂરી કરી હતી. ત્યારબાદ એક્ટ્રેસ એ માસ્ટર્સ યુકેના 'Oxford University' થી કરેલ છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનની સ્કૂલિંગ 'જમનાબાઈ નરસી સ્કૂલ' થી થઇ છે. ત્યારબાદ તે સ્વીઝરલેન્ડ ના 'Aiglon College' ચાલ્યા ગયા, પછી "Boston University' અભ્યાસ માટે ગયા. પરંતુ વચ્ચે અભ્યાસ છોડીને ભારત પાછા આવી ગયા. વર્ષ 2000માં ફિલ્મ 'રિફ્યૂજી' થી અભિષેક એ ડેબ્યૂ કર્યું હતું.

કરીના કપૂર

કરીના પોતાની સ્કૂલિંગ મુંબઈના સ્કૂલ 'જમનાબાઈ નરસી સ્કૂલ' અને દેહરાદૂનના 'Welham Girls' સ્કૂલ થી કરી. કરીના એ 'Mithibai College' માં એડમિશન તો લીધું પરંતુ વચ્ચે કોલેજ છોડીને કરીના એ અમેરિકાના મૈસાચુસૈટસ શહેરથી હાવર્ડ કોલેજમાં માઈક્રોસોફટે કોમ્પ્યુટર કોર્સમાં એડમીશન લીધું હતું.

ઇમરાન ખાન

ઇમરાન એ પોતાના સ્કૂલિંગ કેલિફોર્નિયા ના 'ફ્રૅમોન્ટ સ્કૂલ' થી કરી. પોતાના અભ્યાસ પુરો થયા પછી ઇમરાન ફિલ્મ નિર્દેશકના રૂપમાં પોતાનો અભ્યાસ કરવા ઈચ્છતા હતા. તે માટે તેમણે ન્યુયોર્કની એક યુનિવર્સિટીથી ફિલ્મ મેંકિંગમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ઇમરાન  એ માર્કેટિંગ રિસર્ચ અને એડવર્ટાઇઝીંગ માં ડિગ્રી લીધી. ભારત આવીને તેમણે 'The Namit Kapoor Acting Institute' થી એક્ટિંગ ની ટ્રેનિંગ લીધી.

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડાએ પોતાની પ્રાથમિક શિક્ષા અંબાલા ના 'જીસસ એન્ડ મેરી સ્કૂલ' થી કરી. પરિણીતી બોલિવૂડના સિતારાઓ માં એક એવી એક્ટ્રેસ છે જેમણે 'બિઝનેસ એન્ડ ફાઇનાન્સ' માં ત્રીપલ ડિગ્રી મેળવી છે. તેમણે યશરાજ ફિલ્મ્સે સ્ટુડિયોમાં માર્કેટિંગ વિભાગની સાથે પબ્લિક રિલેશન્સ સલાહકારના રૂપમાં ઇન્ટર્ન પણ કરી ચૂકી છે.

સેફ અલી ખાન

સેફ અલી ખાન નવ વર્ષની ઉંમર બાદ વિદેશમાં અભ્યાસ કરવા માટે ચાલ્યા ગયા હતા. સૈફ અલી ખાન નો અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે પ્રાથમિક શિક્ષા સનાવાર માં લોરેન્સ સ્કૂલ થી પ્રાપ્ત કરી તથા તેમની આગળ નો અભ્યાસ કરવા માટે તેમણે લન્ડન માં સ્થિત લાકર્સ પાર્ક સ્કૂલમાં દાખલો લીધો તેમજ લંડન થી તેમણે પોતાનું ગ્રેજ્યુએશન 'વિન્ચેસ્ટર કોલેજ' થી પૂરું કર્યું.

રણવીર સિંહ

બાળપણ થીજ રણવીર સિંહ બોલીવૂડમાં જવાનું મન હતું, પરંતુ જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે મહેસુસ કર્યું કે જો કોઈપણ ફિલ્મી બેગ્રાઉન્ડ બોલિવૂડમાં ઓળખાણ બનાવવી સરળ નથી. રણવીરને લખવાનો શોખ હતો તેથી તેમણે ક્રિએટિવ રાઇટિંગ નો કોર્સ કરવાનો નિર્ણય કર્યો અને અમેરિકામાં ચાલ્યા ગયા. ફિલ્મોમાં આવતા પહેલા રણવીર એ થોડાક દિવસો સુધી કોપીરાઇટર ની નોકરી પણ કરી ચૂક્યા છે. તેમણે O&M અને J. Walter Thomson જેવી પ્રસિદ્ધ એડવર્ટાઇઝિંગ એજન્સી માં કામ કર્યું છે.

અમીષા પટેલ

અમીષાએ મુંબઈના 'Cathedral and John Connon' સ્કૂલથી અભ્યાસ કર્યો છે. અમેરિકાના મૈસાચુસૈટ્સ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ માં ગ્રેજ્યુએટ થયા પછી, ખાંદવાલા સિક્યુરિટીઝ લિમિટેડ ના એક આર્થિક વિશ્લેષક ના રૂપમાં તેમનું કાર્ય શરૂ કર્યું. પરંતુ પછી તેમણે થિયેટર અને ફિલ્મ ને પોતાના કરિયરના રૂપમાં પસંદ કર્યું.

Post a comment

0 Comments