સિંગાપોર ના ખુબજ મોંઘી કોલેજ માં અભ્યાસ કરે છે અજય દેવગન ની દીકરી, ફિસ જાણીને ચોંકી જશો

અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બોલિવૂડની સિંઘમની પુત્રી 17 વર્ષની છે. ન્યાસા એ અજય દેવગન અને કાજોલની પહેલી સંતાન છે. અજય અને કાજોલના લગ્નના ચાર વર્ષ પછી ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003 માં થયો હતો. ન્યાસા તેની માતાની જેમ સુંદર દેખાવા લાગી છે. ન્યાસા આ દિવસોમાં સિંગાપોરમાં અભ્યાસ કરે છે.

કાજોલ પણ દીકરીના માટે મુંબઈ છોડીને છેલ્લા બે મહિના થી સિંગાપોર માં દીકરી સાથે છે. દિવાળી નિમિત્તે અજય દેવગનને તેમની પુત્રી અને કાજોલની યાદ આવી. તેણે દીકરા યુગા અને પરિવારના અન્ય સભ્યો સાથે દિવાળીની ઉજવણી કરી પરંતુ સોશ્યલ મીડિયા પર પણ લખ્યું કે તેમને પુત્રી ન્યાસા અને કાજોલને મિસ કરી રહ્યા છે. દર વર્ષે તે આખા પરિવાર સાથે દિવાળી મનાવતા હતા.

અજય તેની પુત્રી ન્યાસાની દરેક ખુશીઓનું ધ્યાન રાખે છે. અજયની ઇચ્છા છે કે તેની દીકરીને જીવનમાં ઉંચુ સ્થાન મળે, તેથી જ તેણે પોતાની દીકરીને ખૂબ જ મોંઘા અભ્યાસ માટે સિંગાપોર મોકલી છે.

ન્યાસા સાઉથ ઇસ્ટ એશિયાની યુનાઇટેડ વર્લ્ડ કોલેજમાં રહે છે અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કરે છે. આ કોલેજની ફી સાંભળીને તમે ચોંકી જશો. ન્યાસા કોલેજની વાર્ષિક ફી આશરે 34 લાખ રૂપિયા છે.

આટલું જ નહીં, તેણે પુત્રી ન્યાસા માટે સિંગાપોરમાં એક ફ્લેટ ખરીદ્યો છે. ન્યાસા ત્યાં તેના ઘરે રહીને કોલેજ જઇ રહી છે.

સિંગાપોરના સૌથી પોશ વિસ્તારોમાંના એક આર્ચર્ડ રોડ પર ન્યાસા માટે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદવામાં આવ્યું છે. ઘરમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી બધી સુવિધાઓ છે. ન્યાસા જે કોલેજમાં અભ્યાસ કરે છે ત્યાં હોસ્ટેલ છે પણ ત્યાં ખાવા-પીવાની સારી સુવિધા નથી. આવી સ્થિતિમાં પુત્રીની ઈચ્છાને ધ્યાનમાં રાખીને અજય દેવગને સિંગાપોરમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું.

ન્યાસાની ઉંમરના ઘણા સેલેબ્સ બોલિવૂડમાં કામ કરવા માંગતા હતા પરંતુ ન્યાસા તેના માતા-પિતાની જેમ બોલીવુડમાં કારકિર્દી બનાવવા માંગતી નથી.

થોડા દિવસો પહેલા અજયે ન્યાસાની ફિલ્મી કરિયર વિશે વાત કરી હતી. અજયે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ન્યાસા ફિલ્મોમાં આવવા માટે એટલી ઉત્સુક નથી. તે ફિલ્મો વિશે વાત કરતી નથી. તે ફક્ત તેના સ્કૂલ લાઈફ નો આનંદ માણે છે. ફિલ્મો હજુ તેમના લિસ્ટ માં નથી, સાથેજ ન્યાસા મારી ફિલ્મો માં પણ ખામીઓ કાઢે છે.''

તમને જણાવી દઈએ કે ન્યાસાએ મુંબઈ છોડ્યું હોવાથી તેના પિતાને મુંબઈમાં મન લાગતું નથી. એક સમય હતો જ્યારે અજય નીંદની ગોળીઓ ખાતા હતા. તે ન્યાસાને આખો સમય યાદ રાખે છે.

તે ચિંતા કરતા હતા કે પુત્રી વિદેશી કેવી રીતે એકલી રહેશે. કોરોના ના સમયમાં જયારે ન્યાસા ની કોલેજ ખુલી તો તેમને કાજોલ ને સાથે મોકલી, ખુદ મુંબઈ માં યુગ ને સાંભળી રહ્યા છે. એક પરફેક્ટ પિતા ની જેમ દીકરાનું ધ્યાન રાખી રહ્યા છે.


Post a comment

0 Comments