પરિવાર સંગ આ આલીશાન બંગલામાં રહે છે મહેશબાબુ, અંદર થી દેખાઈ છે ખુબજ ખુબસુરત

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુની એક મોટી ફેન ફોલોઇંગ છે. મહેશ બાબુ છેલ્લા 20 વર્ષથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર શાસન કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર દક્ષિણ જ નહીં પણ તેની ફેન ફોલોઇંગ હિન્દી માં પણ વધુ છે. તે રાજસી જીવન પણ જીવે છે. હૈદરાબાદમાં મહેશ બાબુનું ઘર પણ ખૂબ વૈભવી છે. જેની તસ્વીરો તે અને તેની પત્ની સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ લેખમાં તમને મહેશ બાબુના વૈભવી ઘરની અંદરની તસવીરો બતાવી રહ્યા છીએ.

મહેશ બાબુએ હિન્દી ફિલ્મ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી નમ્રતા ફિલ્મ્સથી દૂર થઈ ગઈ. પરંતુ તે તેના પરિવારની સારી સંભાળ રાખે છે. નમ્રતા ઘણીવાર પોતાના ઘરનાં ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે. જે બતાવે છે કે બંને વૈભવી જીવન જીવે છે.

ટોલીવૂડના આ મોટા સુપરસ્ટારનું ઘર ખૂબ જ વૈભવી છે જ્યાં જીમથી લઈને સ્વીમીંગ પૂલ સુધીની તમામ સુવિધાઓ ઘરે ઉપલબ્ધ છે. મહેશ બાબુ અને નમ્રતાએ પણ તેમના ઘરને ખૂબ જ વૈભવી રીતે શણગારેલું છે. જેની સુંદરતા જોતાજ બને છે

મહેશ બાબુ અને નમ્રતાને બે સંતાનો છે, પુત્ર ગૌતમ અને પુત્રી સીતારા. આ બંનેએ તેમના ઘરે રહીને પરિવાર સાથે લોકડાઉન નો સમય વિતાવ્યો છે. બંને બાળકોનો જન્મદિવસ પણ ઘરે ઉજવયો હતો.

મહેશ બાબુના વૈભવી મકાનમાં એક સ્વીમીંગ પૂલ પણ છે. જેમાં મહેશ બાબુ અવારનવાર તેમના બાળકો સાથે મસ્તી કરતા હોય છે. મહેશ બાબુ અને નમ્રતા બંનેએ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરી છે.

મહેશ બાબુના ઘરે પૂજા માટે એક અલગ રૂમ છે. જ્યાં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તસવીરમાં દેખાતો રૂમ મહેશ બાબુનું પૂજા ઘર છે જેમાં તેના બંને બાળકો બેઠા છે. ઉપરાંત, તેમની પાછળ અનેક દેવી-દેવતાઓની મૂર્તિ અને ફોટોગ્રાફ્સ જોઈ શકાય છે.

મહેશ બાબુના ઘરે એક લક્ઝુરિયસ જીમ છે જ્યાં સમય મળે કે તરત જ તે વર્કઆઉટ કરે છે. નમ્રતા આ જીમમાં ઘણી વાર વર્કઆઉટના ફોટા પણ શેર કરતી રહે છે.

ઘરમાં ઘણો મોટો બગીચો વિસ્તાર પણ છે. જ્યાં અનેક વૃક્ષો લગાવેલા જોઇ શકાય છે. બગીચાના વિસ્તારમાં સોફા પણ છે. પરિવાર અહીં ખાલી સમય માં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

મહેશ બાબુ એ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું એક મોટું નામ છે. તે ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાઓ માના એક છે. તેમના ચાહકોને પણ તેમનું આ લક્ઝુરિયસ ઘર પસંદ છે.

નમ્રતાની વાત કરીએ તો તેણે દક્ષિણ ભારતીયથી લઈને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ કામ કર્યું છે. 90 ના દાયકામાં નમ્રતાની પણ ઘણી ફેન ફોલોઇંગ હતી.

Post a comment

0 Comments