બૉલીવુડ માં આવવા માટે આ સિતારાઓ એ બદલ્યું હતું પોતાનું નામ, જુઓ તેમના અસલી નામ

બોલિવૂડની ચમક ચાંદ વાળી દુનિયામાં બધા સ્ટાર પોતાના સપના જુએ છે પરંતુ આ સપના બધા જ લોકો ના પૂરા થતા નથી. આ સપના ની પાછળ કેટલી મહેનત કરે છે તેમનો અંદાજો પણ કોઈને પણ હોતો નથી. બોલીવુડમાં આવવા માટે લોકો પોતાના ચહેરાથી લઈને પોતાના અસલી નામ સુધી બદલી નાખે છે. જે આજે ખૂબ જ સુપરહિટ છે પરંતુ પોતાના અસલી નામ થી નહીં પરંતુ બોલીવુડ ના નામથી. તો ચાલો જાણીએ આ લિસ્ટ માં કોણ કોણ સામેલ છે.

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનના કરોડો ફેન્સ છે જે તેમને સલમાન અને ભાઈજાન કહીને બોલાવે છે. એક્ટર એ પોતાની ઓળખાણ સલમાન ખાન થી બનાવેલી છે. પરંતુ તેમનું અસલી નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.

એક્ટ્રેસ શ્રીદેવી જે હવે આપણી વચ્ચે નથી. એક્ટ્રેસનું અસલી નામ શ્રી અમ્મા યેંગર અય્યપન હતું.

સની દેઓલ નુ અસલી નામ અજયસિંહ દેવોલ છે. બોલિવૂડની દુનિયામાંથી તેમણે પોતાનું નામ બદલી નાખ્યું.

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને પણ દુનિયામાં અલગ-અલગ નામોથી બોલાવવામાં આવે છે. ઘણા લોકો અમિતાભ કહે છે તો ઘણા લોકો તેમને બિગ બી કહે છે. તેમનું અસલી નામ ઈકબાલ હતું. જે તેમના પિતાએ રાખ્યું હતું પરંતુ જલ્દી તેમને બદલીને અમિતાભ કરવામાં આવ્યું. તેમના પિતા ની સરનેમ શ્રીવાસ્તવ હતી જે તેમણે બદલીને બચ્ચન કરી નાખી હતી.

એક્ટ્રેસ મહિમા ચૌધરી નુ અસલી નામ રીતુ ચૌધરી છે. જેને ડાયરેક્ટર સુભાષ ઘઈ એ બદલી નાખ્યું હતું અને મહિમા ચૌધરી રાખ્યું હતું.

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમનું અસલી નામ રાજીવ હરીઓમ ભાટિયા છે.

ગ્લેમરસ અને હોટ અદાઓ માટે જાણીતી અભિનેત્રી સની લીયોન નુ અસલી નામ કરનજીત કૌર વોહરા છે.

પ્રીતિ ઝિન્ટા કહીએ કે પ્રીતિ પરંતુ તેમનું અસલી નામ વધુ આસાન છે પ્રીતમ સિંહ ઝીંટા.

અજય દેવગન નું નામ છે વિશાલ દેવગન.

બોલિવૂડમાં બાર્બી ડોલ ના નામથી મશહૂર કેટરીના કેફ નું અસલી નામ કેટ તુર્કોટ છે.

શિલ્પા શેટ્ટી નું ફિલ્મો માં આવતા પહેલા નામ અશ્વિની શેટ્ટી હતું પરંતુ પછી તેમણે શિલ્પા કરી નાખ્યું.

જોન અબ્રાહમ નું અસલી નામ ફરહાન અબ્રાહમ છે.

બૉલીવુડ ની બેહતરીન એક્ટ્રેસ રેખા નું પૂરું નામ ભાનુરેખા ગણેશન છે. જે તેમને ફિલ્મી દુનિયાં માં આવીને રેખા કરી નાખ્યું હતું.

મલ્લિકા શેરાવત એ ફિલ્મો માં આવતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું. તેમનું અસલી નામ રીમા લાંબા છે.

Post a comment

0 Comments