દીપિકા-અનુષ્કા સહીત આ એક્ટ્રેસ ની પાસે છે એક થી લઈને એક લકઝરી કાર, કરોડો માં છે તેમની કિંમત

મોંઘી મોંઘી ગાડીઓ રાખવાનો શોખ બધા જ લોકોને હોય છે પરંતુ તે શોખ બધા લોકો નો પુરો થઇ શકતો નથી. પરંતુ જ્યારે વાત કરવામાં આવે બોલિવૂડ સ્ટારની તો તેમના શોખ જરુર પૂરા થાય છે. આલિશાન ઘર થી લઈને મોંઘી ગાડીઓ સુધી ના બધા શોખ પૂરા થાય છે. એવામાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક્ટ્રેસની જેમ ની પાસે જ ઘણી મોંઘી ગાડીઓ છે અને તેમની કિંમત કરોડોમાં છે.

બોલિવૂડની દેશી ગર્લ જાદુ આ  દિવસો માં વિદેશોમાં ખૂબ જ ચાલી રહ્યો છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ની પાસે એકથી લઇને એક મોંઘી ગાડી છે. પ્રિયંકા ચોપડા ને મોંઘી અને લક્ઝરી કારો નો ખૂબ જ શોખ છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તેમની પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ સીરીઝ. આ ગાડી ની કિંમત ની વાત કરવામાં આવે તો 7 કરોડ ની છે. તેમના સિવાય તેમની લકઝરી કાર કલેશન માં પોર્શ કૈમન (1.31 કરોડ રૂપિયા), બીએમડબ્યું-7 સીરીજ નું વાઈટ એડિશન (1.14 કરોડ રૂપિયા) અને મર્સીડીજ-બેન્જ ઈ-ક્લાસ (50 લાખ રૂપિયા) જેવી સુપર કરો છે.

બોલિવૂડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ ને પણ લક્ઝરી કારમાં ટ્રાવેલ કરવાનો ખૂબ જ શોખ છે. દીપિકાની પાસે ગાડી છે, જેની કિંમત લગભગ 1.85 કરોડ છે. મર્સિડીઝ-મેબેક એસ500 માં 4663 સીસીનું એન્જિન લાગેલું છે. જેમાં 453 બીએચપી ની તાકાત અને 700 એનએમ ટોર્ક ઉત્પન્ન થાય છે. 0-100 કિમિ પ્રતિ કલાકની ઝડપ મેળવવા માટે આ કારને ફક્ત પાંચ સેકન્ડ લાગે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. દીપિકાએ 2011માં ખરીદી હતી. ઓડી ક્યુ7માં 3.0 ટીડીઆઈ એન્જીન છે જે 249 બીએચપી પાવર અને 600 એનએમ નો ટૉર્ક ઉત્પન્ન કરે છે. તે 0-100 કિલોમીટરની રફ્તાર ફક્ત 7.1 સેકન્ડમાં પકડી લે છે. આ કારને એક્સટીરિયર માં આઉડી મેટ્રિક્સ એલીડી હેડ લેમ્પ, એક્સટીરિયર મિરર, પેનોરમિક સનફ્રૂફ, હાઈ ગ્લાસ પેકેજ આપવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

બોલિવૂડમાં પોતાની સેક્સી અદાઓ માં થી હંમેશા ચર્ચામાં રહેવા વાળી કેટરિના કૈફ ને પણ લક્ઝરી કારમાં સફર કરવાનો ખૂબ જ શોખ છે. કેટરિના ની પાસે બ્લેક કલરની ઓડી Q-7 (80 લાખ રૂપિયા) ના સિવાય સિલ્વર કલરની ઓડી Q-3 (32 લાખ રૂપિયા) કાર છે.

અનુષ્કા ને હંમેશા લક્ઝરી લાઇફ જીવવાનો ખૂબ જ શોખ છે. લક્ઝરી ફ્લેટ, મોંઘા કપડા પહેરવા ની સાથે સાથે પોતાના કલેક્શનમાં લક્ઝરી કારો રાખવાનો અનુષ્કાને ખૂબ જ શોખ છે. અનુષ્કા પાસે રેન્જ રોવર વૈગન છે. તેમની કિંમત 3.85 કરોડ રૂપિયા છે. તેમના સિવાય તેમની પાસે ઓડી Q-7 પણ છે જેને તેમના પતિ ભારતીય ક્રિકેટ ટીમના બલ્લેબાજ વિરાટ કોહલી ગિફ્ટ આપી હતી.

કરીના કપૂર ખાન ને લક્ઝરી ગાડીઓ નો ખુબજ શોખ છે. મર્સિડીઝ થી લઈને રેન્જ રોવર અને બી.એમ.ડબલ્યુ કરીના ની પાસે ઘણી મોંઘી કારો છે. તેમાંથી એક કાર Lexus બ્રેન્ડ LX 470 SUV પણ છે. જેની કિંમત 2 કરોડ 30 લાખ રૂપિયાની આસપાસ છે.

જાનવી કપૂર ની પાસે પણ મોંઘી ગાડીઓ છે. એક્ટ્રેસ ની પાસે બ્લેક કલરની (મર્સિડીઝ -મેંબેક) Mercedes Maybach છે. જેની કિંમત લગભગ 2.5 કરોડ કહેવામાં આવી રહી છે.

Post a comment

0 Comments