દિવાળી પર લક્ષ્મી પૂજા માં જરૂર રાખો આ 5 વાતો નું ધ્યાન

દિવાળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ ઉત્સવ કાર્તિક માસ ની અમાવસ્યા ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, આ તહેવાર 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. રોશનીના આ ઉત્સવમાં, ધન અને સંપત્તિની દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ દિવાળી પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતો નીચે મુજબ છે.

તુલસી ના પણ ના ચઢાવો

ભગવાન વિષ્ણુ ને તુલસી સૌથી વધુ પ્રિય હોય છે પરંતુ દેવી લક્ષ્મીને તુલસી સાથે વૈર છે કેમ કે તે ભગવાન વિષ્ણુ ના બીજા સ્વરૂપ શાલિગ્રામ ની પત્ની છે. એટલા માટે દેવી લક્ષ્મી ની પૂજા માં તુલસી ચઢાવવા ના જોઈએ.

દિપક ને ડાબી બાજુ એ ના રાખો

દેવી લક્ષ્મી ની પૂજા માટે દિપક ની બાતી લાલ રંગ ની હોવી જોઈએ દિપક ને ડાબી બાજુએ ના રાખો. તેનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુ અગ્નિ અને પ્રકાશ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ હોવાના કારણ દીપ ને જમણી બાજુ રાખવું જોઈએ.

સફેદ ફૂલ ના ચઢાવો

સફેદ ફૂલ દેવી લક્ષ્મી ને ના ચઢાવો. દેવી લક્ષ્મી ચીર સુહાગન છે એટલા માટે હંમેશા લાલ ફૂલ જેવા લાલ ગુલાબ અને લાલ કમળ ફૂલ ચડાવવા માં આવે છે.

ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાનું ના ભૂલો

દેવી લક્ષ્મી ની પૂજા સફળ ત્યાં સુધી માનવામાં નથી આવતી જ્યાં સુધી ભગવાન વિષ્ણુ ની પૂજા થતી નથી. એટલા માટે દિવાળી ની સાંજે ગણેશજી ની પૂજા ના પછી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરો.

પ્રસાદ રાખો દક્ષિણ દિશા માં

દેવી લક્ષ્મી ની પૂજા ના સમય પ્રસાદ દક્ષિણ દિશા માં રાખો અને ફૂલ બેલપત્ર હંમેશા સામે રાખો.

Post a comment

0 Comments