દુનિયાનું સૌથી હાસ્યસ્પદ યુદ્ધ, દારૂ ને લઈને આ લડાઈ માં મરી ગયા હતા 10 હજાર સૈનિક

વિશ્વમાં દરેક યુદ્ધ કોઈ ને કોઈ કારણસર લડવામાં આવે છે અને તે યુદ્ધોને કારણે હજારો સૈનિકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે, પરંતુ લગભગ 231 વર્ષ પહેલા એક યુદ્ધ ખૂબ વિચિત્ર કારણોસર લડવામાં આવ્યું હતું, જેમાં એકજ બાજુના લગભગ 10,000 સૈનિકો માર્યા ગયા. જોઈએ તો આપણે તેને યુદ્વ ના કહીએ તો સારું રહેશે કારણ કે ત્યાં બીજી બાજુથી સૈન્ય લડતું ન હતું. એક ભૂલને કારણે, એકજ બાજુના સૈનિકો અથડામણ કરી એક બીજાને મારી બેઠા.

આ યુદ્ધને 'બેટલ ઓફ કેરનસીબ્સ' તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેને વિશ્વનું સૌથી હાસ્યાસ્પદ યુદ્ધ પણ કહે છે. આ વાત 1788 ની છે, જ્યારે આશરે 1 લાખ ઓસ્ટ્રિયાઈ સૈનિકો કારાનીબ્સ શહેરને કબજે કરવા માટે નીકળ્યા હતા. તે સમયે ઓસ્ટ્રિયા અને તુર્કી વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું હતું. 21 સપ્ટેમ્બરની રાતે, તેઓ ટિમિસ નદીની પાસે પહોંચ્યા અને ચારે બાજુથી કારાંસીબને ઘેરી લીધાં. તેણે નદીની આજુબાજુ તુર્કીની સેના જોઈ ન હતી, પરંતુ તેણે ચોક્કસપણે નદીની આજુબાજુ રોમના લોકોની શિબિર જરૂર દેખાઈ હતી. જ્યારે ઓસ્ટ્રિયન ઘોડેસવાર ત્યાં પહોંચ્યો ત્યારે રોમનોએ તેમને દારૂ પીવા આમંત્રણ આપ્યું.

હવે ઓસ્ટ્રિયન ઘોડેસવારો થાકી ગયા હોવાથી તેઓ રોમનો સાથે નદીના કાંઠે દારૂ માણવા બેઠા. તે દરમિયાન કેટલાક ઓસ્ટ્રિયન પગથી ચાલતા સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને ઘોડેસવારોને દારૂ પીતા જોતા તેઓએ થોડી શરાબની માંગ પણ કરી હતી, પરંતુ ઘોડેસવારોએ તેમને ના પાડી હતી. આ સમયે, તે ગુસ્સે થયા અને ઘોડેસવારોનો સામનો કર્યો. તે દરમિયાન અચાનક એક સૈનિકે ફાયરિંગ કર્યું હતું.

ગોળી નો અવાજ સાંભળીને નદીની બીજી બાજુ આરામ કરી રહેલા સૈનિકોને લાગ્યું કે તુર્કોએ હુમલો કર્યો છે. તેથી તેઓ ઉભા થયા અને તુર્ક્સ-ટર્ક્સ (ટર્કીશ સૈનિકો) અવાજ કરતા અને કંઈપણ સમજ્યા વગર નદી પાર ગોળીઓ ચલાવી. નદીની આ બાજુના સૈનિકોને લાગ્યું કે તુર્કે હુમલો કર્યો છે, તેથી તેઓએ પણ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો અને પોતાના સૈનિકોને મારવા લાગ્યા.

અહીં, ઓસ્ટ્રિયન સૈનિકોનું નેતૃત્વ કરનાર જર્મન અધિકારીએ સૈનિકોને આવું કરતા અટકાવ્યા અને 'હોલ્ટ' કરવાનો આદેશ આપ્યો, પરંતુ ઓસ્ટ્રિયન સૈનિકો આનો અર્થ શું સમજી શક્યા નહીં અને સૈનિકોમાં કોઈએ 'અલ્લાહ-અલ્લાહ'નો પોકાર કર્યો તેવું તેમને લાગ્યું. આ પછી વાતાવરણ વધુ ખરાબ થયો. ઓસ્ટ્રિયન સૈનિકોને અંધારામાં તુર્કીના સૈનિકો લાગવા લાગ્યા અને તેઓએ ફક્ત તેમના જીવ બચાવવા માટે એકબીજાને મારવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવે છે કે એક ઓસ્ટ્રિયન સૈનિકે તેના જ સાથી સૈનિકો પર તોપો ચલાવ્યાં હતાં. આ રીતે, એક ભૂલને કારણે ઓસ્ટ્રિયન સૈનિકો એકબીજા સાથે ઘર્ષણ થયા અને હજારો લોકોની જાનહાની થઈ ગઈ હતી.

Post a comment

0 Comments