ઠંડીમાં ખૂજર વાળું દૂધ નું સેવન ના ફાયદાઓ, આ સમસ્યાઓ થી મળે છે રાહત

ખજૂરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન એ અને બી સહિતના ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. તે કેલ્શિયમ, ફાઇબર, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી સમૃદ્ધ છે. શિયાળામાં તેનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. જો તેને ગરમ દૂધ સાથે લેવામાં આવે છે, તો તેના ફાયદા વધારે પણ વધી જાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં માત્ર શક્તિ જ નહિ, સાથે સાથે ડાયાબિટીસમાં પણ ઘણું ફાયદાકારક છે. ચાલો જાણીએ ઠંડી માં ખજૂર વાળા દૂધ નું સેવન કરવાના ફાયદાઓ વિષે.

અસ્થમા રાહત

2-4 ખજૂરનાં બીજ કાઢી લો અને તેને રોજ દૂધમાં ઉકાળો અને ત્યારબાદ ખજૂર બહાર કાઢીને કહી લો. તે પછી તે જ દૂધ પીવો. તે લાળને દૂર કરે છે અને અસ્થમામાં રાહત આપે છે. ખજૂરની તાસીર ગરમ હોવાથી ફેફસાં અને હૃદય માટે ફાયદાકારક છે.

પેશાબની સમસ્યા થાય છે દૂર 

જો તમને વારંવાર પેશાબની તકલીફ હોય, તો બે ખજૂરને 300 ગ્રામ દૂધમાં ઉકાળો અને પછી ખજૂર ખાધા પછી દૂધ પીવો. રાત્રે સૂતા પહેલા આવું કરો. તેનાથી વારંવાર પેશાબ થવાની સમસ્યા દૂર થઈ શકે છે. મોટાભાગના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરતા હોવાથી, ખજૂરનું દૂધ પીવું તેમના માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.

પેઢા માંથી લોહી નીકળવાનું થાય છે બંધ

ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે, એવા કિસ્સામાં તેઓએ ખજૂર વાળા દૂધ નું સેવન કરવું જોઈએ. દરરોજ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે ઇચ્છો તો તમે દૂધમાં મિશ્રી પણ ઉમેરી શકો છો. આ તમને મીઠાશ આપશે સાથે જ પેટને ઠંડુ રાખશે.

નોંધ: આ સલાહ ફક્ત તમને સામાન્ય માહિતી પ્રદાન કરવા માટે આપવામાં આવેલી છે. કંઈપણ લેતા પહેલા તમારે તમારા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Post a comment

0 Comments