Ticker

6/recent/ticker-posts

100 કરોડ નો બંગલો અને લાખો ની ગાડીઓ, આવી લકઝરી લાઇફસ્ટાઇલ છે ડ્રિમ ગર્લ હેમા માલિની ની

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીએ ફિલ્મોથી ઘણું નામ કમાવ્યું છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. તેની પહેલી ફિલ્મ 'સપનો કા સૌદાગર' હતી. તેણે અંદાઝ, જોની મેરા નામ, શોલે, રઝિયા સુલતાન, સીતા ઓર ગીતા, ધર્મત્મા, નસીબ, સત્તે પે સત્તા સહિતની સેંકડો ફિલ્મોમાં અભિનય કર્યો હતો. વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર શાસન કર્યું. હેમા હવે ફિલ્મો થી દૂર રાજકારણ માં છે. મથુરાથી ત્રીજી વખત સાંસદ છે.

હેમા માલિની એક મોટી સ્ટાર છે અને તેની જીવનશૈલી પણ ઘણી લક્ઝરી છે. તેમના આન-બાન-શાન જોઈને લોકોના મનમાં વારંવાર સવાલ ઉભો થાય છે કે તેમની પાસે કેટલી સંપત્તિ હશે? તો તમને જણાવી દઇએ કે હેમા માલિની 100 કરોડથી વધુની સંપત્તિની માલિક છે. તેમની સંપત્તિમાં બંગલો અને લાખોના વાહનો શામેલ છે.

વર્ષ 2019 માં ચૂંટણી દરમિયાન અભિનેત્રી દ્વારા અપાયેલા સોગંદનામામાં, હેમા માલિનીની સંપત્તિ પાંચ વર્ષમાં 34.46 કરોડ રૂપિયા વધી છે. હેમા માલિનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેમની સંપત્તિમાં બંગલો, ઝવેરાત, રોકડ વગેરે છે. તમને કહી દઈએ કે હેમાની વર્ષ 2014 માં 66 કરોડની સંપત્તિ હતી, હવે તેમની પાસે કુલ આશરે 100 કરોડની સંપત્તિ છે.

હેમાના બંગલાની વાત કરીએ તો તે જુહુ નજીકના એક આલિશાન બંગલામાં રહે છે, જેની બજાર કિંમત લગભગ 100 કરોડ છે. હેમા પાસે ચાર માળનો બંગલો છે. આ મકાન તેણે 30 વર્ષ પહેલા પતિ ધર્મેન્દ્ર સાથે ખરીદ્યું હતું. આ બંગલાની માલિક હેમા માલિની છે.

હેમા માલિની મથુરાથી સાંસદ છે, તેથી તેમણે ત્યાં પણ પોતાનું એક ઘર લીધું છે.  તે મથુરાના વૃંદાવનમાં ઓમેક્સ હાઉસિંગ સોસાયટીની રહેવાસી છે. પતિ ધર્મેન્દ્ર સાથે તે પણ તેના નવા મકાનમાં પૂજા અર્ચના કરવા પહોંચી હતી. તેમની કાર વિશે વાત કરીએ, તેમના કારના કાફલામાં ત્રણ લક્ઝરી કારનો સમાવેશ છે.

જે પ્રથમ મર્સિડીઝ એમ-ક્લાસ છે, આ કારની કિંમત આશરે 60 લાખ રૂપિયા છે. તેની પાસે બીજી કાર હ્યુન્ડાઇ સાન્ટા ફે પણ છે. આ એક એસયુવી છે જેની કિંમત આશરે 27 લાખ રૂપિયા છે.

આ સિવાય હેમા પાસે એમ.જી. હેક્ટર પણ છે. તેની કારની કિંમત લગભગ 18 લાખ રૂપિયા છે.

Post a comment

0 Comments