34 વર્ષની થઇ ઇલિયાના ડીક્રુજ, ફિલ્મ બર્ફી થી બની ગઈ હતી સૌની ફેવરેટ

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ બી-ટાઉનની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. બર્ફી ફિલ્મથી ડેબ્યૂ કરનારી ઇલિયાના આજે દરેકની પસંદ છે અને ઇલિયાના તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. તેણી તેની ઓન-સ્ક્રીન અભિનય ઉપરાંત તેની સુંદરતાને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ હેડલાઇન્સ બની રહે છે.

34 વર્ષીય ઇલિયાનાનો જન્મ 1 નવેમ્બર 1986 ના રોજ મુંબઇમાં થયો હતો. બોલિવૂડ પહેલા, ઇલિયાનાએ તેની કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી. બોલિવૂડમાં, ઇલિયાનાએ 'બર્ફી'થી ડેબ્યૂ કર્યું હતું.

આ અનુરાગ બાસુની હિટ ફિલ્મમાં, ઇલિયાનાએ તેની સાથે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા જેવા મોટા સ્ટાર હોવા છતાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઇલિયાનાની એક્ટિંગને દરેક જણ ને પસંદ આવી કે તેને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો.

તમને જણાવી દઈએ કે ઇલિયાના બોલિવૂડ પહેલા સાઉથની ફિલ્મોમાં પણ ખૂબ નામ મેળવી ચુકી છે. તે જ સમયે, ઇલિયાના ડિક્રુઝ તેની ફિલ્મો તેમજ તેના હોટ ફોટાઓને કારણે ચર્ચાનો એક ભાગ બની રહી છે. ઇલિયાના ડિક્રુઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે.

ઇલિયાનાએ બોલીવુડમાં રુસ્તમ, મુબારકા, બાદશાહો, રેઇડ અને પાગલપંતી જેવી ફિલ્મો કરી છે. તે તાજેતરમાં અભિષેક બચ્ચનની વિરુદ્ધ ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળી હતી.

આ દિવસોમાં ઇલિયાના અભિનેતા રણદીપ હૂડા સાથે ફિલ્મ "અનફેયર એન લવલી" માટે ચર્ચામાં છે. રણદીપ હૂડા અને ઇલિયાના ડિક્રુઝ બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં ફ્લોર પર જશે અને 2021 માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય તે અજય દેવગનની ફિલ્મ 'ભુજ'માં પણ જોવા મળશે.

Post a comment

0 Comments