રીત્વિક ધનજાની પછી અર્જિત તનેજા ને ડેટ કરી રહી છે આશા નેગી? વાયરલ થઇ રહી છે પોસ્ટ

શું ટીવી એક્ટ્રેસ આશા નેગીએ ની જિંદગી માં એક વાર ફરી આવી ગઈ છે પ્યાર ની બહાર? શું આશા રીત્વિક ધનજાનીના બ્રેકઅપ પછી ટીવી અભિનેતા અરિજિત તનેજાને ડેટ કરી રહી છે? અમે આ સવાલ નહીં પરંતુ તેના ચાહકો કહી રહ્યા છીએ. હકીકતમાં, આશાએ હાલમાં જ તનેજા સાથેની એક તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ત્યારબાદથી આશા નેગી અને અર્જિત તનેજા સાથે ડેટિંગના સમાચારએ જોર પકડ્યું. 10 નવેમ્બરના રોજ અર્જિત તનેજાનો જન્મદિવસ હતો.

અર્જિતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, આશાએ તેની સાથે એક સુંદર તસ્વીર શેર કરી. વળી, કેપ્શનમાં લખ્યું "મારું... મારું... અને માત્ર મારુ..." આશાએ ત્રણ હાર્ટ ઇમોજીસ પણ મૂક્યા છે. આ સાથે આશા આગળ લખે છે, "આજે અમારા છોકરાનો જન્મદિવસ છે અને હું શાંત રહી શકતી નથી! મિત્ર, હું તમને પર્વતોથી ખૂબ જ પ્રેમ મોકલું છું, કારણ કે હું જાણું છું કે આ પણ તમારું હેપી પ્લેસ છે! તું મારી અલિઝેહ ના અયાન છો, મારી નૈનાનો કબીર છો અને આપણે ફિલ્મી નહિ ટોટલ ફિલ્મ છીએ! ચીયર ટુ આપણી દોસ્તી મારા દોસ્ત.. પ્યાર, પ્યાર ઔર સિર્ફ પ્યાર..”

આશાની આ પોસ્ટ ને અર્જિત માટે પ્યાર નો ઇજહાર પણ કહેવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી આશા નેગી ઘણા સમયથી રીત્વિક ધનજાનીને ડેટ કરી રહી હતી. બંનેને ટીવીનું મોસ્ટ 'હેપીનિંગ કપલ' કહેવાતું. જોકે, આ બંનેના બ્રેકઅપથી આ વર્ષની શરૂઆતમાં તેમના ચાહકોને આશ્ચર્ય થયું છે.

તાજેતરમાં જ રીત્વિક ધનજાનીની વિશે પણ સમાચાર આવ્યા હતા કે રીત્વિક મોનિકા ડોગરાને ડેટ કરી રહ્યો છે. આ બંનેના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા. બ્રેકઅપ પછી આશા તેની પર્સનલ લાઇફ વિશે મૌન રહી હતી. આશા હાલમાં તેની ફિલ્મ 'લુડો' ને લઈને ઉત્સાહિત છે.

Post a comment

0 Comments