Ticker

6/recent/ticker-posts

બરફ ની મોટી ચાદર થી ઢંકાયું કંગના રનૌત નું મનાલી વાળું ઘર, જુઓ તસવીરો માં આ ખુબસુરત નજારો

અભિનેત્રી કંગના રનૌત મનાલીમાં લાંબી રજાઓ ગાળ્યા બાદ અને તેના ભાઈના લગ્ન કર્યા પછી કામ પર પરત ફરી છે. કંગના આજકાલ તેની આગામી ફિલ્મ થલાઈવી અને તેજસની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ કંગનાનું મનાલીમાં તેનું દિલ છૂટી ગયું છે. કંગનાને થોડા દિવસોમાં જ તેના ઘરની યાદ આવી ગઈ. મનાલીમાં ઠંડીનો પહેલો બરફ પડી ગયો છે. સ્નોફોલ પછી ત્યાં નો નજારો કેવો છે તેમની ઝલક કંગના એ પોતાના લેટેસ્ટ સોશ્યલ મીડિયા પોસ્ટ માં દેખાઈ છે.

કંગનાએ તેના ઘરની કેટલીક તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે. જેમાં તેનું ઘર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું જોવા મળે છે. બરફની સફેદ ચાદર દરેક જગ્યાએ જોવા મળે છે. આ તસવીરો જોઈને કોઈ પણ મનાલીની ઠંડા વાતાવરણની સહેલાઇથી કલ્પના કરી શકે છે. તસવીરો શેર કરતી વખતે કંગનાએ લખ્યું, "મારા કેયરટેકર થી મારા ઘરની કેટલીક ચિલિંગ તસવીરો.. આજે સવારે પ્રથમ વખત મનાલીમાં બરફ પડવાની એક ઝલક"

પહાડી બાલા હોવાને કારણે મનાલીમાં થયેલી આ બરફવર્ષાની તસવીરો કંગના ને લોભાવતી લાગી રહી હશે તેને સરળતા થી સમજી શકાય છે. તમને જણાવી દઇએ કે કંગનાએ મનાલીના આ લક્ઝુરિયસ મકાનમાં લોકડાઉન દરમિયાન પરિવાર સાથે ઘણા મહિના વિતાવ્યા હતા.

કંગના ત્યાં ઘરના આંગણામાં બેસીને સનબધા કરવા અને ત્યાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર ઉજવવામાં ત્યાં રોકાઈ રહી છે. આ દરમિયાન તેણે ચાહકોને પણ તેની રૂટિન સાથે અપડેટ રાખ્યા હતા.

કંગનાનું ભવ્ય મકાન 30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. કંગનાના બંગલાના નિર્માણમાં પરંપરાગત હિલ વાસ્તુકલાની કાળજી લેવામાં આવી છે તેમજ આ ઘર સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. કંગનાએ લગભગ 10 કરોડમાં જમીન ખરીદી હતી અને ત્યાં એક વૈભવી કોઠી બનાવી છે. કંગનાના ઘરે કુલ આઠ રૂમ છે. તેના ઘરની દરેક બારીમાંથી પર્વતોનો નજારો દેખાય છે. જ્યારે પણ કંગનાને સમય મળે છે ત્યારે તે તેના મનાલી બંગલે જાય છે.

Post a comment

0 Comments