લાઈમલાઈટ થી દૂર રહે છે અમિતાભ બચ્ચન ના ભાઈ, દેશ-વિદેશ માં કમાણા ખુબ નામ

છેલ્લી સદીના મહાન હીરો તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન 50 વર્ષથી વધુ સમયથી સિનેમામાં છે. બિગ બી હજી પણ ફિલ્મોમાં સક્રિય છે. બચ્ચન પરિવાર વિશે તમે બધા જાણતા હશો. અમિતાભ તેની આખી પરિવાર પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક, પુત્રવધૂ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે મુંબઈના એક આલીશાન બંગલા 'જલસા' માં રહે છે.

આજે અમે તમને બચ્ચન પરિવારના અન્ય એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે વ્યક્તિ બિગ બીના નાના ભાઈ અજિતાભ બચ્ચન છે. અમિતાભ કરતાં અજિતાભ પાંચ વર્ષ નાના છે. તેનો જન્મ 18 મે, 1947 ના રોજ અલાહાબાદમાં હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચનના ઘરે થયો હતો.

તેમના મોટા ભાઈ અમિતાભની જેમ, તેમણે પણ નૈનિતાલની શેરવુડ કોલેજમાં અભ્યાસ કર્યો છે. અજિતાભ બચ્ચન ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે. અગાઉ તે લંડનમાં 15 વર્ષ બિઝનેસ કરતા હતા. તેઓ લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી કરતા.

અજીતાભે રામોલા સાથે લગ્ન કર્યા છે. તે સોશલાઇટ અને બિઝનેસવુમન છે. 2014 માં તેમને એશિયન ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. લંડનમાં, તેમને પાર્ટીઓનું ગૌરવ કહેવાતું. 2007 માં, અજિતાભનો પરિવાર ભારત સ્થળાંતર થયો. અજિતાભ અને રામોલાને 4 સંતાનો છે (પુત્ર ભીમ, ત્રણ પુત્રીઓ નીલિમા, નમ્રતા, નૈના). અજિતાભનો પુત્ર ભીમ વ્યવસાયે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પુત્રી નયનાએ અભિનેતા કુણાલ કપૂર સાથે 2015 માં લગ્ન કર્યા હતા.

અમિતાભ અને અજિતાભ વર્ષોથી એકબીજાથી દૂર રહ્યા પરંતુ બંને પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. પરંતુ તે બંનેમાં ખૂબ જ પ્રેમ અને મિત્રતા છે. કમાણીની વાત કરીએ તો અજીતાભ બિગ બી પાછળ પણ નથી. બોલિવૂડના બાદશાહની જેમ તે પણ વૈભવી જીવન જીવે છે. તેણે લંડનમાં રહીને ઘણી સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે.

Post a comment

0 Comments