ફિલ્મો પહેલા આ કામ કરતા હતા પંકજ ત્રિપાઠી, એક્ટર એ ખોલ્યા પોતાના જીવનના રાજ

બોલીવુડના કાલિન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી. પંકજ ત્રિપાઠીએ તેના અભિનય માટે તેમના ઉંમરના લોકોને કાયલ બનાવ્યા છે. ભાગ્યે જ એવા લોકો હશે જેમને પંકજ ત્રિપાઠી પસંદ ન હોય. 'ગેંગ ઓફ વાસેપુર' થી, અભિનેતાએ ભૌકાલ મચાવવાનું શરુ કર્યું. બીજા શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પ્રતિભાની કસોટી કરવામાં આવી હતી.

લોકોની નજરે ચડેલા પંકજ ત્રિપાઠી હવે 'કાલીન ભૈયા' બનીને બધાની જીભે ચડી ગયા છે. આની પાછળ એક મોટું કારણ છે કે બિહારમાં ઉછરેલા મોટા પંકજ ત્રિપાઠી હજી પણ જમીન સાથે જોડાયેલા છે. તાજેતરમાં જ તેના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી.

પંકજ ત્રિપાઠી, જેમણે તેના દરેક પાત્ર સાથે કંઈક અલગ જ કર્યું હતું, તેણે કહ્યું કે તેઓ તેમના ગામના નાટકમાં કેવી રીતે મહિલાની ભૂમિકા ભજવતા હતા. તે જ સમયે, આ નાટકમાં, પંકજે એટલું મોટું કામ કર્યું કે લોકો તેમનાથી પ્રભાવિત થયા અને તેમને કહ્યું કે તે બોલીવુડની અભિનેત્રીઓ માટે ખતરો છે.

ખરેખર પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં નેહા ધૂપિયાના શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે પોતાની જૂની યાદોને તાજી કરતાં, ખુલીને વાત કરી. તેણે કહ્યું કે તે તેના ગામમાં યોજાયેલા નાટકમાં મહિલાની ભૂમિકા ભજવતા હતા, એટલું જ નહીં તેમા તે આઈટમ સોંગ્સ પણ કરતા જોવા મળ્યા હતા.

તેણે કહ્યું કે 'જ્યારે હું પહેલીવાર છોકરીની ભૂમિકા ભજવી ત્યારે હું 10 માં ધોરણમાં હતો. તે સમયે જે છોકરો મહિલા નો કિરદાર નિભાવતો હતો તે પોતાના ઘરે પાછો ફરો નહિ. લોકો વિચારી રહ્યા હતા કે તે વર્ષે નાટક થશે નહીં કારણ કે છોકરો નહોતો. ત્યારે જ મેં આ નાટકમાં જાતે જ ભાગ લેવાનું નક્કી કર્યું હતું.'

પંકજે વધુમાં કહ્યું કે - 'અમારા ડિરેક્ટર રાઘવ ચાચાએ તેમના પિતાની પરવાનગી લેવાનું કહ્યું હતું, કારણ કે તે ગુસ્સે થઈ શકે છે અને લાકડીઓ વડે સ્ટેજ પર ચડી શકે છે. મારા પિતાએ મને છોકરી નો રોલ કરવાથી અટકાવ્યો નહીં, તેમણે કહ્યું કે, તને જે ગમે તે કરી શકું છું. પંકજે કહ્યું- 'આ પછી, મને નાટકની વચ્ચે કોઈ આઇટમ ડાન્સ કરાવવા લાગ્યા, ત્યારે પણ જયારે તેની કોઈ જરુરીયા હતી નહિ. પરંતુ લોકોને મારો ડાન્સ ખૂબ ગમ્યો હતો'.

Post a comment

0 Comments