માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી પર જરૂર કરો આ 7 ઉપાય

દિવાળી આવવા જઈ રહી છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દરેક જણ દિવાળીની તૈયારીમાં વ્યસ્ત છે. દિવાળીને દીવાઓના મહાપર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. દિવાળીમાં લોકો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પગલાં લે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા જ ઉપાય છે, જેની માહિતી અમે તમને અહીં આપી રહ્યા છીએ.

મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના 7 ઉપાય:

દિવાળી પર ચોક્કસપણે ઘરને સજાવો. મુખ્ય દરવાજા પર તોરણ, ફૂલ, રંગોળી વગેરે બનાવો. ઘરમાં પ્રકાશ રાખો.

આ દિવસે ઘરમાં પોતા લગાવતા સમયે ચપટી મીઠું પાણીમાં નાંખો. ત્યારબાદ જ પોતું લગાવો. આ પછી પૂજા કરો. ઘરની ચારે બાજુ સુગંધિત વાતાવરણ હોવું જોઈએ.

તોરણનું ધાર્મિક મહત્વ છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નકારાત્મક ઉર્જાને બહાર રાખે છે. આ તોરણ ફૂલો અથવા આંબા અથવા આસોપાલવના પાનનો હોવો જોઈએ.

ઘર સારી રીતે સ્વચ્છ હોવું જોઈએ. મુખ્ય દરવાજાની બહાર કચરો અથવા અન્ય ગંદી વસ્તુ ન હોવી જોઈએ. લક્ષ્મીજી ગંદા ઘરમાં પ્રવેશ કરતી નથી.

દિવાળી ના દિવસે તમારા ઘરના બધાજ ખૂણામાં ગંગાજળ નો છંટકાવ કરો. તેનાથી વાતાવરણ પવિત્ર થાય છે.

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક ઘરની દિવાલો પર પણ બનાવવો જોઈએ. તે મા લક્ષ્મીને આકર્ષિત કરે છે.

પૂજા હંમેશાં ઉત્તર દિશા પર લાગેલા આસન પર બેસીને જ કરવી જોઈએ. મા લક્ષ્મી, કુબેર જીનો ફોટો અથવા મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.

ડિસ્ક્લેમર : 'આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

Post a comment

0 Comments