ક્લાસમેટ રહી ચુક્યા છે બૉલીવુડ ના આ 10 સિતારા, ધોની ની પત્ની અને અનુષ્કા એ સાથે કર્યો છે અભ્યાસ

બૉલીવુડ માં એવા ઘણા બધા કલાકાર છે જેમની દોસ્તી ફક્ત ફિલ્મી પડદા પરજ નહિ પરંતુ પડદા ની પાછળ પણ નજર આવે છે. ત્યાંજ થોડાક એવા પણ સિતારા છે જે બાળપણ થી પોતાની મિત્રતા ચાલવતા આવી રહ્યા છે. એટલુંજ નહિ ઘણી આવી હસ્તીઓ છે જે એક સાથે સ્કૂલ પણ અભ્યાસ કરેલો છે. બૉલીવુડ ના એવા કલાકાર અને દેશ ની મશહૂર હસ્તીઓ છે જેમને પોતાના સહયોગી કલાકાર સાથે અભ્યાસ કર્યો છે. આજે અમે તમને થોડાક એવા સિતારાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અનુષ્કા શર્મા-સાક્ષી સિંહ ધોની

બૉલીવુડ ની ખુબસુરત અદાકાર અનુષ્કા શર્મા એ હમણાંજ પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. તે ભારતીય ક્રિકેટ ટિમ ના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સીંગ ધોની ની પત્ની સાક્ષી સિંહ સાથે અભ્યાસ કરી ચુકી છે. અનુષ્કા શર્મા અને સાક્ષી સિંહ એક બીજાના ક્લાસમેટ હતા. આ બંને એ St. Mary's School Margherita નામ ની સ્કૂલ થી અભ્યાસ કર્યો છે.

શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ

આ બંને ને મોટા પડદા પર એક સાથે જોવા મળી ચુક્યા છે. દર્શકો એ શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ની જોડી ને મોટા પડદા પાર ખુબજ પસંદ કરી. આ બંને કલાકાર એક બીજાના બાળપણ ના મિત્ર છે. શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ એ મુંબઈ ની સ્કૂલ માં એક સાથે અભ્યાસ કર્યો છે.

કરણ જોહર-ટ્વીન્કલ ખન્ના

બૉલીવુડ અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના બાળપણ થી બૉલીવુડ ના નિર્માતા-નિર્દેશક કરણ જોહર ની દોસ્ત છે. આ બંને એ એક સાથે સ્કૂલ માં અભ્યાસ કર્યો છે. ટ્વીન્કલ ખન્ના એ પોતાની ઓટોબાયોગ્રાફી માં લખ્યું છે કે તે એજ બોર્ડિંગ સ્કૂલ માં અભ્યાસ કરતી હતી જ્યાં કરણ જોહર અભ્યાસ કરતા હતા.

સલમાન ખાન-આમિર ખાન

બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન અને આમિર ખાન એ પણ એક સાથે અભ્યાસ કરેલો છે. આ બંને કલાકાર બીજા ધોરણ માં એક સાથે અભ્યાસ કરેલો છે. તમને કહી દઈએ કે સલમાન ખાન અને આમિર ખાન ની જોડી ફિલ્મ 'અંદાજ અપના અપના' માં નજર આવી ચુક્યા છે. દર્શકો એ આ ફિલ્મ માં આ બંને કલાકાર નો અભિનય ખુબજ પસંદ કર્યો હતો.

કૃષ્ણા શ્રોફ-અથિયા શેટ્ટી

બૉલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને જૈકી શ્રોફ ની દીકરી કૃષ્ણા એ બાળપણ માં એક સાથે અભ્યાસ કર્યો છે. કૃષ્ણા અને અથિયા ટાઇગર શ્રોફ ના સ્કૂલ માં અભ્યાસ કરતા હતા પરંતુ બે વર્ષ જુનિયર હતા.

વરુણ ધવન-અર્જુન કપૂર

બૉલીવુડ ના મશહૂર અભિનેતા વરુણ ધવન અને અર્જુન કપૂર બાળપણ ના મિત્ર છે. આ બંને એક સાથે સ્કૂલ માં અભ્યાસ કરી ચુક્યા છે.

Post a comment

0 Comments