Ticker

6/recent/ticker-posts

42 વર્ષની ઉંમરે ડેબ્યુ કરી છવાઈ ગયા '3 ઇડિયટ' ના 'વાયરસ', ફિલ્મોમાં આવતા પહેલા કરતા હતા આ કામ

કેટલીકવાર 'વાયરસ' અને ક્યારેક 'ડોક્ટર અસ્થાના' તરીકે ઓળખાતા અભિનેતા બોમન ઈરાનીનો જન્મ 2 ડિસેમ્બર 1959 માં થયો હતો. બોમન આજે ફિલ્મોનું જાણીતું નામ છે. પરંતુ બોમને બોલીવુડમાં એ ઉંમરમાં પગ મુક્યો જયારે બાકીના કલાકારોએ તેમની કારકિર્દીના અડધાથી વધુ કારકિર્દી બનાવી ચુક્યા હતા. ઉંમરના આ તબક્કે પદાર્પણ કર્યા પછી પણ, બોમન એક સફળ અભિનેતા તરીકે ગણાય છે. ચાલો અમે તમને બોમનના જન્મદિવસથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીએ..

બોમન ઈરાનીએ 42 વર્ષની વયે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. બહુ ઓછા લોકો જાણે છે કે બોમન ફોટોગ્રાફીના ખૂબ શોખીન છે. જ્યારે તે બારમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તે શાળામાં ક્રિકેટ મેચની તસવીરો લેતા હતા. તેમને આ માટે કેટલાક પૈસા મળતા હતા. બોમન પુણેમાં પ્રથમ વખત પ્રોફેશનલ રૂપે બાઇક રેસનો ફોટો પાડ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈમાં બોક્સીંગ વર્લ્ડ કપ કવર કરવાની તક મળી.

બોમન મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. અભ્યાસ કર્યા પછી, તેણે મુંબઈની હોટેલ તાજમાં 2 વર્ષ કામ કર્યું. તે વેઈટર અને રૂમ સર્વિસના સ્ટાફ હતા. કેટલીક મજબુરીઓને કારણે બોમેનને આ નોકરી છોડી હતી. આ પછી, તેણે તેના પરિવાર સાથે કામ શરૂ કર્યું. બોમન તેની માતા સાથે બેકરીની દુકાનમાં 14 વર્ષ કામ કર્યું હતું. એક દિવસ તે કોરિયોગ્રાફર શ્યામક દાવરને મળ્યા અને એમ કહી શકાય કે તેમનું ભાગ્ય અહીંથી બદલાઈ ગયું હતું.

આ મીટિંગ દરમિયાન શ્યામકે બોમનને થિયેટરમાં કામ કરવાની સલાહ આપી. બોમનને મોટે ભાગે કોમેડી ભૂમિકા આપવામાં આવતી હતી. બોમન પારસી છે અને તેણે જે પાત્રો ભજવ્યા તે પણ પારસી હતા. ધીરે ધીરે તેમણે થિયેટરની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી. 2001 માં, થોડી જહેમત બાદ તેને બે અંગ્રેજી ફિલ્મ્સ 'એવરીબડી સેઝ આઇ એમ ફાઇન' અને 'લેટ્સ ટોક' મળી.

વર્ષ 2003 માં, બોમનની ઓળખ મુન્નાભાઇ એમબીબીએસ ફિલ્મથી થઈ. બોમન અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ., દોસ્તાના, યુવરાજ, થ્રી ઇડિયટ્સ, તીન પતી, હમ તુમ અને ઘોસ્ટ, હાઉસફુલ, હાઉસફુલ 2 અને સંજુ જેવી ફિલ્મોમાં બોમન વિવિધ રંગોમાં જોવા મળ્યા છે.

Post a comment

0 Comments