Ticker

6/recent/ticker-posts

મોઢેરા સૂર્ય મંદિર ક્યાં સ્થિત છે, કોણે બનાવ્યું અને તેનો ઇતિહાસ શું છે? જાણો સંપૂર્ણ

અમદાવાદ ની પાસે એક નાનકડું ગામ છે મોઢેરા. આમ તો તે હાલમાં ગુમનામ અંધારામાં છુપાયેલું છે, પરંતુ કોઈ જમાનામાં તે એક શક્તિશાળી રાજધાની હતી. સોલંકી રાજવંશ એ અહીં 942 ઇસ. થી 1305 ઇસ. સુધી રાજ કર્યું હતું. સોલંકી શાસકો એ મોઢેરા સૂર્યમંદિર બનાવ્યું હતું. જે પશ્ચિમ ભારતના શાનદાર મંદિરોમાંથી એક માનવામાં આવે છે.

મોઢેરા સૂર્ય મંદિર મધ્યકાલી ભારત ના ભવ્ય અને મનોરમ મંદિરો માં ગણવામાં આવે છે. તેને સોલંકી સામ્રાજ્ય ના રાજા ભીમદેવ એ 11મી શતાબ્દી માં બનાવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિર મારુ-ગુર્જર વાસ્તુકલા શૈલી માં બલુઆ પથ્થર નું બનેલું છે. આ મંદિર ના ત્રણ મુખ ભાગ છે. : ગર્ભ-ગૃહ તેમજ ગૂઢ-મંડપ, સભા-મંડપ તેમજ સૂર્ય-કુંડ અથવા બાવડી.

મુખ્ય મંદિર જેમાં ગર્ભ-ગૃહ છે. સભા-મંડપ અથવા રંગ-મંડપ કુંડ (રામકુંડ અથવા સૂર્યકુંડ) સૂર્ય દેવતા ને સમર્પિત આ મંદિર પોતાની ખુબજ સારી કારીગરી ના માટે જાણીતું છે. મધ્ય મંદિર અને મંડપ, બંને જ ચબુતરા પર બનેલ છે. મંદિર જોઈએ તો 11મી સદી માં બનીને તૈયાર થઇ ચૂક્યું હતું પરંતુ તેમનું નિર્માણ ચરણો માં થયું હતું. મંદિર બન્યા પછી કુંડ બન્યો હતો અને પછી મંડપ નું નિર્માણ થયું હતું. આ મંદિર કર્ક રેખ ના ઉપર સ્થાપિત છે.

કહેવામાં આવે છે કે મંદિર કંઈક એવી રીતે બનાવામાં આવ્યું છે કે સૂર્યોદય ની પહેલું કિરણ પડતા જ ગર્ભ-ગૃહ માં સૂર્ય નું પ્રતિબિંબ દેખાવા લાગે છે પરંતુ ગર્મી ના સીઝન માં સૂર્ય ની કિરણો સીધીજ મંદિર ના ઉપર પડે છે અને મંદિર નો છાંયડો પડતો નથી.

મંદિર નિર્માણ 1026-27 ઇસ. માં થયું હતું અને તેમનો શ્રેય રાજા ભીમદેવ (1022-1063) ને જાય છે. પુરાતત્વેતા એચ.ડી. સંખાલિયા ના અનુસાર મંદિર નિર્માણ તારીખ માં વિરોધાભાસ બે કારણો થી છે. મંદિર ની પાછળ એક શીલા લેખ છે જે ઊંધો લખ્યો છે. તેના પર અંકિત તારીખ વિક્રમ સવંત 1083 એટલે કે 1026-27 ઈસ. છે પરંતુ તેમની વાસ્તુકલા દિલવાડા ના આદિનાથ જૈન મંદિર થી મળતી આવે છે જેનું નિર્માણ 1031 ઈસ. માં થયું હતું.

સભામંડપ મુખ્ય મંદિરના બે ભાગમાં વહેંચાયેલો છે ગર્ભગૃહ અને ગુધા-મંડપ. ગર્ભગૃહ 11 સ્ક્વેર મીટર માં બનેલો છે. ગર્ભગૃહની આજુબાજુમાં દેવી ની પરિક્રમા માટે પ્રદક્ષિણા માર્ગ છે. પ્રદક્ષિણા માર્ગમાં સૂર્ય દેવતાની સુંદર પ્રતિમા છે.

મંદિરની અંદરની દિવાલ જોકે સાદી છે, પરંતુ પ્રવેશદ્વાર ઉપર સૂર્ય દેવતાની મૂર્તિ છે. જેની આજુબાજુ માં નર્તકી અને બીજા ઘણા બધા ચિત્રો છે. જે સમયની સાથે-સાથે થોડા ઘણા નષ્ટ થઈ ગયા છે. મંદિરની ઉપર એક શિખર હતું જે સમય જતા ઢળી ગયું છે.

મોટાભાગની કલાકૃતિમાં સૂર્યદેવતા સાત ઘોડા ઉપર સવાર થઈને હાથમાં કમળ ના બે ફૂલ સાથે નજરે પડે છે. આ કલાકૃતિમાં રસપ્રદ વાત એ છે સૂર્ય દેવતાએ બૂટ પહેરેલા છે. ઇતિહાસકારોનું માનવું છે કે આનો સંબંધ મધ્ય એશિયાથી પ્રભાવિત હોઈ શકે છે.

મંદિરના પરિસરમાં સ્થિત ભવન સભામંડપ સૌથી વધુ ભવ્ય છે. માનવામાં આવે છે કે એને સૌથી છેલ્લે બનાવવામાં આવ્યું છે. બહારની અને અંદરની દિવાલ પર ખૂબસૂરત કલાકૃતિ બનાવવામાં આવેલી છે અને દિવાલને ફૂલ અને માળાથી સજાવવામાં આવ્યું છે.

સભામંડપ, દીવાલ, છત અને ચોખટા ઉપર નાના નાના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. સંખલિયા નું માનવું છે આ દ્રશ્ય રામાયણના છે જો આ સાચું હોય તો ગુજરાતના પ્રાચીન મંદિરમાં પહેલીવાર મૂર્તિ અથવા કલાકૃતિ દ્વારા રામાયણની કથા કહેવામાં આવી છે. મંદિર અને સભામંડપ નું નિર્માણ અલગ અલગ સમયમાં થયેલું છે માટે મુખ્ય મંદિર અને સભામંડપ ની કલાકૃતિ અને તેની સજાવટ માં થોડો અંતર દેખાય છે. મુખ્ય મંદિરો ત્યાં સજાવટ ઓછી દેખાય છે જ્યાં બીજી બાજુ સભામંડપમાં ખૂબ જ સજાવટ છે.

સંખલિયા ના મત મુજબ કુંડની આજુબાજુમાં સ્થિત સભામંડપ ની સામે ક્યારેક કીર્તિ તોરણ હતું. દુર્ભાગ્યવશ તોરણ અને તેનો આધાર બંને અત્યારે ગાયબ થઇ ચુક્યા છે અને બચ્યા છે તો ફક્ત બે સ્થંભ જેનાથી અંદાજ લગાવવામાં આવે છે તે તોરણ આ જગ્યાએ છે. આ સ્તંભોથી કુંડની સીડી જાય છે. સંખાલિયા જણાવે છે કે મોઢેરા સૂર્ય મંદિર નો કુંડ સહસ્ત્રલિંગ તળાવ થી પ્રેરિત થઈને બનાવેલો છે. કુંડ એક પાણીના ટેન્ક જેવો છે જેની બહાર પથ્થર લાગેલા છે. કુંડની અંદર ચારેબાજુ બનેલી સીડી થી કુંડના તળિયા સુધી પહોંચી શકાય છે. કુંડ ની દીવાલ અને સીડી ઉપર ઘણા નાના મોટા મંદિર બનેલા છે.

મંદિરના વાસ્તુકાર નો ભલે કોઈ ઇતિહાસ ન હોય પરંતુ મંદિરની ભવ્યતાને જોઈને કલા ઇતિહાસકાર પર્સી બ્રાઉને આ વાસ્તુકાર ને સપના ગૂંથવા વાળો કહ્યો છે.

દિલચસ્પ વાત એ છે કે ભારતમાં બીજી ઐતિહાસિક જગ્યાની જેમજ મોઢેરા ની પુનઃ ખોજ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. જેના વિશે સૌથી પહેલા કર્નલ એમ વિલિયમ્સે જણાવ્યું હતું જેણે 1809 માં પોતાના રિપોર્ટમાં મંદિરની હયાતી વિશે જાણકારી આપી હતી. તેના પછી એમ કે ફોબર્સ એ મંદિર વિશે જાણકારી આપી અને ખોજની યોજના બનાવી.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે મોઢેરાનું મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે, પરંતુ ઇતિહાસકાર અને પુરાતત્વ આ પ્રમાણે મંદિર સૂર્ય દેવતા શિવાય ભગવાન શિવ તથા અન્ય દેવી દેવતાઓનું પણ મિશ્રણ છે. જેને તે સમયે પૂજવામાં આવતા હતા. આ મંદિરમાં આજે ભલે પૂજા ન થતી હોય પરંતુ આજે પણ તે દર્શનીય છે અને સોલંકી રાજવંશ ના ગૌરવ તથા પહેલી સદીની શરૂઆતના વર્ષોમાં થયેલી અનેક ઉપલબ્ધિની સાબિતી છે.

Post a comment

0 Comments