Ticker

6/recent/ticker-posts

શરુ થઇ એક્ટ્રેસ નિહારિકા કૉનીડેલા ના લગ્નની તૈયારી, શેયર કરી પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો

દેશભરમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ઘણાં ફિલ્મ સ્ટાર્સ પણ લગ્નના બંધનમાં બંધાય રહ્યા છે, જ્યારે કેટલાક એવા પણ છે જે બાંધવાના છે. પછી તે બોલિવૂડ સ્ટાર્સ હોય કે સાઉથ સ્ટાર્સ દરેકના એક પછી એક લગ્ન થઈ રહ્યા છે. તાજેતરમાં જ કાજલ અગ્રવાલ, નેહા કક્કડ અને આદિત્ય નારાયણે તેમના જીવન સાથીઓ સાથે સાત ફેરા લીધા છે. તો હમણાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

તાજેતરમાં અભિનેતા રાણા દગ્ગુબતીએ તેની પ્રેમિકા મિહિકા બજાજ સાથે લગ્ન કર્યા. હવે અભિનેત્રી નિહારિકા કોનિડેલા લગ્ન કરવા જઇ રહી છે. નિહારીકાના લગ્નની તૈયારીઓ ખૂબ ધૂમથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અભિનેત્રીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા માહિતી આપી છે.

નિહારિકા કોનિડેલાએ તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તાજેતરમાં તેણે એક ફોટો શેર કર્યો છે જેમાં અભિનેત્રીની માતા એક બાજુ ઉભી રહી છે અને બીજી બાજુ નિહારિકા. તે બંને સરખી સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફોટો જોતા લાગે છે કે નિહારિકાએ તેના એક ફંક્શન માટે તેની માતાની 32 વર્ષ જૂની સાડી પહેરેલી છે.


અગાઉ તેણે બે બ્લુ લહેંગામાં તેના બે મિત્રો સાથે એક ફોટો શેર કર્યો હતો.આ તસવીરો પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું, 'ઓકે... હું કહી દવ.કે તે મારી હિલ્સ સરખી કરી રહી છે. જો આ બંને સંપૂર્ણ અપરિણીત સાહેલી નથી તો મને ખબર નથી કે કોણ હશે. હું તમને ખૂબ પ્રેમ કરું છું.'

તમને જણાવી દઈએ કે નિહારિકા કોનિડેલા તેના બોયફ્રેન્ડ ચૈતન્ય જોનાલગાડા સાથે લગ્ન કરવા જઇ રહી છે. 9 ડિસેમ્બરે તેમના લગ્ન થવાના છે. ચૈતન્ય જોનાલગડ્ડા વ્યવસાયે ઉદ્યોગપતિ છે. તે ગુંટુરના આઈજી એમ પ્રભાકર રાવનો પુત્ર છે.

આ કારણોસર, નિહારિકા કોનિડેલા અને ચૈતન્ય જોનાલગડ્ડાના લગ્ન એ દક્ષિણ સિને જગતની ભવ્ય ઘટના છે. જેમાં ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે નિહારિકા કોરિડેલા સાઉથની ફિલ્મ અભિનેત્રી હોવા ઉપરાંત ચિરંજીવીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ખરેખર તે અભિનેતા નાગા બાબુની પુત્રી છે જ્યારે તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી અને વેંકટેશની ભત્રીજી છે.

Post a comment

0 Comments