Ticker

6/recent/ticker-posts

99 ટકા લોકો નથી જાણતા વાસી મોઢે પાણી પીવાનું સત્ય તમે પણ આજેજ જાણી લો

માનવ શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે. ભરપૂર માત્રામાં પાણી પીવાથી શરીરમાં મોજુદ હાનિકારક તેમ જ ઝેરીલા તત્વો પરસેવો તેમ જ મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જેનાથી વિષાણુ થી બચાવ થાય છે. બીમારી નથી થતી. સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં સારી સફાઈ થાય છે. પાણી શરીરના અંગો ની રક્ષા કરે છે. તમારી કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડે છે. પોષક તત્વો ને તોડવામાં મદદ કરે છે તેમના સિવાય પાણી તમારા શરીરનુ તાપમાન નિયંત્રણમાં પણ રાખે છે.

ડોક્ટર કહે છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરને પાણીની અત્યધિક જરૂર હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ નીકળી જાય છે. જેનાથી લોહી સાફ થાય છે તો ચાલો જાણીએ સવારના સમયે પાણી પીવા થી થતા ફાયદાઓ વિશે.

જો તમે સવારના સમયે સૂઈ ને જાગ્યા પછી ગરમ પાણીનું સેવન કરો છો તો તમારા શરીરનું તાપમાન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ગરમ પાણીનું સેવન કરવાથી શરીરનું આંતરિક તાપમાન ઓછું થઈ જાય છે. જેના કારણે આપણા શરીરમાં પાચન પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે જેના કારણે મોટાપા ની સમસ્યા થતી નથી.

સવારના સમયે ખાલી પેટ પાણી પીવાથી તળાવ અને માનસિક સમસ્યા સારી થાય છે. જ્યારે તમે સવારે ઉઠો છો તો મગજ શાંત હોય છે. આવા સમયે પાણી પીવું મગજને ઓક્સીજન પ્રદાન કરે છે અને તાજુ બનાવી રાખે છે જેનાથી મગજ સક્રિય રહે છે.

લોકોના પેટમાં કબજિયાતની સમસ્યા તે સમયે આવે છે જ્યારે તેમના આંતરડામાં કોઇ હલનચલન થતી નથી. એટલા માટે તમે જો કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો એવામાં તમારે સવારે ઊઠીને પોતાના દિવસની શરૂઆત ગરમ પાણી પીવાની સાથે કરવી જોઈએ.

સવારના સમયે ખાલી પેટે પીવામાં આવેલું પાણી શરીરમાં રહેલાં હાનિકારક તત્વોને એક જ વાર માં પેશાબ દ્વારા કાઢવાનું કામ કરે છે જેનાથી પેશાબમાં બળતરા યુરિન ઇન્ફેક્શન તેમજ અન્ય સમસ્યા સમાપ્ત થઈ જાય છે.

Post a comment

0 Comments