Ticker

6/recent/ticker-posts

કરોડો ની લાગત થી બનેલ છે શિલ્પા શેટ્ટી ની નવી રેસ્ટોરેન્ટ, ઉદ્ધઘાટન પહેલા પહોંચ્યા રિતેશ-જેનેલિયા

શિલ્પા શેટ્ટી ઘણીવાર તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તેઓ ફિટનેસ ફ્રીક છે. 45 વર્ષની ઉંમરે, તે ફિટનેસ અને સુંદરતાની દ્રષ્ટિએ નવી હિરોઇનોને પણ પાછળ છોડી દે છે. તે આજના સમયમાં એક સફળ ઉદ્યોગપતિ તેમજ એક અભિનેત્રી છે. શિલ્પાએ આ અગાઉ પોતાનો યોગ અને ફિટનેસ વિડિઓ કલેક્શન લોન્ચ કર્યા હતા, જે ખૂબ લોકપ્રિય થયો હતો. હવે શિલ્પાએ મુંબઈના પોશ વર્લી વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં રોકાણ કર્યું છે. રેસ્ટોરન્ટનું હજી ઉદ્ઘાટન થયું નથી.

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટનું હજી ઉદ્ઘાટન થવાનું બાકી છે, પરંતુ તે પહેલા તેની મોટી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શિલ્પા શેટ્ટીની નવી રેસ્ટોરન્ટ હજી લોકો માટે ખોલવાની બાકી છે, પરંતુ ઉદ્ઘાટન પૂર્વે રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસોઝા રેસ્ટોરન્ટની પ્રથમ સેલિબ્રિટી અતિથિઓ બની હતી. આ પ્રસંગે શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રા પણ હાજર હતા.

શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર નવી રેસ્ટોરન્ટની અંદરની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરવા ઉપરાંત અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે 'ગઈ રાત ... લગભગ 9 મહિના પછી મારુ પહેલું નાઈટ આઉટ અને રાત્રિભોજન, બસ્તિયન વરલીમાં શ્રેષ્ઠ ખાવાનું ચાખવાની એક રાત, મોજ-મસ્તી અને મિત્રો'.

ઈન્સ્ટાગ્રામ પર જીનેવિયા ડિસોઝા દ્વારા રેસ્ટોરન્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને આશા છે કે તે જલ્દી જ શિલ્પા અને રાજ સાથેની રેસ્ટોરન્ટમાં ભોજનની મઝા લઇ શકશે.

જોકે શિલ્પાની આ રેસ્ટોરન્ટ સીફૂડ માટે પ્રખ્યાત છે, પરંતુ રિતેશ દેશમુખે અહીં ફક્ત શાકાહારી વાનગીઓ લીધી હતી. રિતેશે રેસ્ટોરાંમાં શાકાહારી ભોજનની પણ પ્રશંસા કરી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે એવા અહેવાલ આવ્યા હતા કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા એક રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝમાં 10-15 કરોડ રૂપિયાના રોકાણ કરવા જઈ રહ્યા છે.

બસ્તીયન રેસ્ટોરન્ટની શાખા ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે અને આ રેસ્ટોરન્ટ તેના ખોરાક માટે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે.

સોર્સ : ઇન્સ્ટાગ્રામ

Post a comment

0 Comments