Ticker

6/recent/ticker-posts

Anushka Sharma અને Virat Kohli ના ઘરે ગુંજી કિલકારી, ઘરે આવી નાની પરી

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ખુશીઓ એ જન્મ લીધો છે. અનુષ્કા શર્માએ આજે બપોરે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે. બંનેની તબિયત સારી છે. પુત્રીના જન્મ પછી અનુષ્કા અને વિરાટની ખુશીનો કોઈ ઠેકાણું નથી.

નવા-નવેલા પિતા બનેલ વિરાટ કોહલીએ એક પોસ્ટ દ્વારા ચાહકો અને ફૈન્સ સાથે પોતાની ખુશી શેર કરી છે. બધાને તેમના આશીર્વાદ આપવા બદલ તેમનો આભાર માનવાની સાથે વિરાટે પણ તેના પરિવાર માટે પ્રાઇવેસીની માંગ કરી છે. વિરાટે પોસ્ટમાં લખ્યું છે કે,

"અમે બંન્નેને જણાવવામાં ખુશી અનુભવીએ છીએ કે આજે બપોરે અહીં અમારી એક પુત્રી થઇ છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને એકદમ સરસ છે અને અમારે એ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે અમને બધાને થોડીક પ્રાઇવેસીની જરૂર છે."

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એક પોસ્ટ શેર કરીને અનુષ્કા અને વિરાટે પરિવારમાં આવનારા નાના મહેમાન ની ગુડ ન્યુઝ શેર કર્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન પણ, અનુષ્કા તેના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય હતી. તેણે કેટલીક એડ ફિલ્મ્સનું શૂટિંગ કર્યું. મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું. તે જ સમયે, વિરાટ કોહલી પણ આ દિવસોમાં પેટર્નીટી લિવ પર છે. તે પ્રવાસની મધ્યમાં ઓસ્ટ્રેલિયા છોડીને ભારત પરત ફર્યા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ્યોતિષવિદ્યા પંડિત જગન્નાથ ગુરુજીએ દાવો કર્યો હતો કે અનુષ્કા અને વિરાટ એક પુત્રીના માતાપિતા બનશે. જ્યોતિષીએ એમ પણ કહ્યું હતું કે 'વિરુષ્કા' ની પુત્રી તેના પિતા માટે રાજકુમારી અને માતાને પ્રિય હશે. જ્યોતિષી પંડિત નું કહેવું છે કે બાળક ખૂબ હોશિયાર હશે.

Post a comment

0 Comments