Ticker

6/recent/ticker-posts

ચાચી 420 ની નાની બાળકી થઇ ગઈ છે હવે મોટી, આમીર ખાન સાથે કરી ચુકી છે આ ફિલ્મમાં કામ

ફાતિમા સના શેખ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવા લાગી ચુકી છે. અભિનેત્રી હંમેશા તેની પ્રતિભા પૂરી પાડે છે. તેણે પોતાની સુંદરતાથી બધાને પ્રભાવિત કર્યા છે. બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી ફાતિમા સના શેખ તેનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી ફાતિમા સના શેખ ફિલ્મ ઉદ્યોગમાં કોઈ નવો ચહેરો નથી. ફાતિમાને તમે પહેલાં તમારી પસંદની ફિલ્મોમાં પણ જોઇ હશે. બાળ કલાકાર તરીકે ફાતિમા ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહી છે.

કમલ હાસનની લોકપ્રિય ફિલ્મ ચાચી 420 ની નાની ક્યૂટ નાની છોકરીને કોણ ભૂલી શકે. તે નાની છોકરી ફાતિમા સના શેખ હતી. આ ફિલ્મમાં તેની ક્યુટનેસ જોઈને દરેક દંગ રહી ગયા.

આ સિવાય તે ઇશ્ક, બડે દિલવાલે અને વન ટુ કા ફોર જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પણ જોવા મળી છે. 16 વર્ષની ઉંમરે તે ફિલ્મ 'તહાંન'માં જોવા મળી હતી.

2015 માં તે કાર્તિક આર્યન અને નુસરત ભરૂચના ફિલ્મ આકાશવાણીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને નોટિસ કરવામાં આવી હતી. પરંતુ ફાતિમા સના શેખ હજી પણ એવી ફિલ્મની શોધમાં હતી કે જે તેની કારકીર્દિને ઊંચી ઉડાન આપી શકે.

આમિર ખાનની ફિલ્મ દંગલે આ કામ કર્યું હતું. ફાતિમા અગાઉ આમિરની ફિલ્મ ઇશ્કમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ વખતે જવાબદારી થોડી જુદી હતી અને ફાતિમાએ તેને સારી રીતે નિભાવી.

દંગલ પછી, તેને હજી પણ મુખ્ય અભિનેત્રી તરીકેની ઓળખ બનાવવાની બાકી છે. વર્ષ 2020 ફાતિમા માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે તેમની બે ફિલ્મો રજૂ થઈ હતી જેને દર્શકોની પ્રશંસા મળી હતી.

તે મલ્ટિસ્ટારર ફિલ્મોમાં જોવા મળી હતી. લુડો ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ સિવાય તે સૂરજ પર મંગલ ભારી ફિલ્મનો ભાગ પણ હતી.

ફોટો ક્રેડિટ- @fatimasanashaikh

Post a comment

0 Comments