Ticker

6/recent/ticker-posts

જુઓ કપિલ શર્માના આલીશાન વૈનિટી વૈન ની તસ્વીર, આટલી કિંમતમાં ખરીદી લેશો લકઝરી કાર

કપિલ શર્માને કોમેડીના રાજા માનવામાં આવે છે અને તે વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતા છે. તેની પાસે મુંબઈમાં એક લક્ઝુરિયસ હાઉસ ઉપરાંત અનેક લક્ઝરી ગાડીઓ છે. એટલું જ નહીં, મોટા સ્ટાર્સની જેમ તેમની પાસે પણ કરોડોની વેનટી વાન છે. કપિલ આ વેનિટી વાનને લઇને આ દિવસોમાં ચર્ચામાં છે. આ દિવસોમાં કપિલ શર્મા નિવેદન આપવા માટે મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચ પોહચ્યાં હતા. ખરેખર કપિલે ડિઝાઇનર દિલીપ છાબરીયા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

કપિલ શર્માએ કહ્યું કે, “મેં દિલીપ છાબરીયા અને તેના કૌભાંડ વિશે અખબારમાં વાંચ્યું હતું, ત્યારબાદ મેં મુંબઈ પોલીસ કમિશનરને મળવાનું નક્કી કર્યું.” કપિલ શર્માએ આપેલી માહિતી પ્રમાણે, તેમણે દિલીપ છાબરીયાને સાડા પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા વેનિટી વાનને ડિઝાઇન કરવા માટે, ચાલો અમે તમને કપિલ માટે ડિઝાઇન કરેલી વેનિટી વાનની તસવીરો બતાવીએ.

આ વેનિટી વાનની કિંમત રૂ 5.5 કરોડ છે. કપિલની વેનિટી વાન બોલીવુડની સૌથી મોંઘી વેનિટી વાન ગણાય છે. તેની વેનિટી વાન સંપૂર્ણ સજ્જ છે.

કપિલે તેની જરૂરિયાત પ્રમાણે તેને બનાવી છે. તે ડીસી દ્વારા જ બનાવવામાં આવી છે. દિલીપે કપિલ શર્મા પહેલા શાહરૂખ ખાન અને સલમાન ખાનની વેનિટી વાન પણ ડિઝાઇન કરી છે. કપિલની વેનિટી વાન કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછી નથી.

કપિલ શર્માની વેનિટી વાન વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ જ વૈભવી છે. કપિલની વેનિટી વાનની તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કપિલે થોડા સમય પહેલા તેની વેનિટી વાનની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરી હતી.

કપિલ પાસે ઘણી લક્ઝરી કાર છે. તેની પાસે મર્સિડીઝ કાર છે, જેની કિંમત 1 કરોડ 19 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે વોલ્વો એક્સસી કાર પણ છે. આ કારની કિંમત આશરે 90 લાખથી 1.3 કરોડ રૂપિયા છે. આ સિવાય તે રેન્જ રોવર કારના પણ માલિક છે.

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા પ્રથમ વખત વર્ષ 2007 માં ટીવી પર દેખાય હતા. આ પછી કપિલની કારકીર્દિ સતત આગળ વધતી ગઈ. હવે કપિલ શર્મા પોતાનો શો 'ધ કપિલ શર્મા શો' ચલાવે છે. આ શો દ્વારા કપિલ શર્માએ પોતાની જીવનશૈલીમાં પણ ફેરફાર કર્યા છે.

Post a comment

0 Comments