Ticker

6/recent/ticker-posts

શું ઓમ નમઃ શિવાય મંત્ર સૃષ્ટિ નો પહેલો મંત્ર છે? આ મંત્રના જાપથી શું ચમત્કારી પ્રભાવ છે

ભગવાન શિવ જ્યારે અગ્નિ સ્તંભના રૂપમાં પ્રકટ થયા ત્યારે તેમના પાંચ મુખ હતા. જે પાંચ તત્વો પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ તથા વાયુના રૂપમાં છે.

સર્વપ્રથમ જે શબ્દની ઉત્પત્તિ થઇ તે શબ્દો હતો ઓમ. બાકી પાંચ શબ્દ નમઃ શિવાય ની ઉત્પત્તિ તેમના પાંચ મુખો થી થઈ. જેને સૃષ્ટિ નો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે. તે જ મંત્ર મહામંત્ર છે. તેનાથી અ ઈ ઉ રું લૂ આ પાંચ મૂળભૂત સ્વરૂપ તથા વ્યંજનો જે 5 વર્ણ થી ૫ વર્ગ વાળા છે તે પ્રગટ થયા. ત્રિપદા ગાયત્રી નું પ્રાગટ્ય પણ આ શીરો મંત્ર થી થયું. આ ગાયત્રી થી વેદ અને વેદોથી કરોડો મંત્રો નું પ્રાગટ્ય થયું.

આ મંત્રના જાપથી બધા જ મનોરથ ની સિદ્ધિ થાય છે. ભોગ અને મોક્ષ બંને ને આપવા વાળો આ મંત્ર જપનાર વ્યક્તિ ના સમસ્ત વ્યાધિ ને પણ શાંત કરી દે છે. અડચણ ઉપાધિ આ મંત્ર જાપ કરવા વાળી વ્યક્તિ ની પાસે પણ આવતી નથી તથા યમરાજ પોતાના દૂતોને તે આદેશ આપે છે કે આ મંત્રના જાપ કરવા વાળા વ્યક્તિ પાસે ક્યારેય પણ નહીં જવાનું તેમને મૃત્યુ નહીં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર શિવ વાક્ય છે તેજ શિવ જ્ઞાન છે.

ભગવાન શિવ પોતાના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે. શિવ ભક્ત જેટલું જેટલું ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જપ કરી લે છે તેટલું જ તેમના અંતઃકરણની શુદ્ધિ થતી જાય છે. તેમજ તે પોતાના અંતઃકરણમાં સ્થિત અવ્યક્ત આંતરિક અધિષ્ઠાન ના રૂપમાં વિરાજમાન ભગવાન શિવના સમીપ થઈ જાય છે તેનાથી દરિદ્રતા તેમજ શત્રુ જનિત પીડા તેમજ કષ્ટોનો અંત આવે છે તેમજ તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.

Post a comment

0 Comments