આ પાંચ જ્યોતિષી ઉપાયો થી ચમકશે તમારી કિસ્મત, એકવાર અજમાવી જુઓ

આ પાંચ જ્યોતિષી ઉપાયો થી ચમકશે તમારી કિસ્મત, એકવાર અજમાવી જુઓ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે, સખત મહેનત અને સમર્પણ સાથે મજબૂત નસીબ હોવું પણ જરૂરી છે. નસીબના અભાવે ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવેલ છે કે આ કરવાથી તમે ઘર, ધંધા અને પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપાયોથી તમારું ભાગ્યોદય થશે. જેના દ્વારા કાર્યોની સફળતા નો યોગ બને છે, ચાલો જાણીએ તે ઉપાયો વિષે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આપણી હથેળી ના અગ્ર ભાગ મા માં લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને નીચલા ભાગમાં શ્રી હરિ વિષ્ણુ સ્થાન હોય છે. તેથી, જ્યારે તમે સવારે ઉઠો છો, સૌ પ્રથમ, તમારી હથેળી જોવી જોઈએ, પછી ત્રણ કે ચાર વખત, તે તમારા ચહેરા પર ફેરવવી જોઈએ. આ તમારું નસીબ ખોલે છે.

નોકરીથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે શનિવારે શનિદેવના મંદિરે જાવ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવના જાપ કરો. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમારા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે અથવા તમે વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતા હો, તો તમારે તમારા વ્યવસાયના સ્થળે વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. તેનાથી તમારો ધંધો વધે છે. ધન આવાગમન સુગમ થાય છે.

જ્યારે ઘરમાં નકારાત્મકતા વધે છે, ત્યારે તેનાથી લડાઈ અને કલેશ નું કારણ બને છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે વ્યક્તિએ દરરોજ મીઠાના પાણીથી પોતું લગાવવું જોઈએ. જો તમે રોજ ન કરી શકો તો શુક્રવાર અને શનિવારે આ ઉપાય કરો. આનાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમની લાગણી જળવાઈ રહે છે.

સંતાન સુખ મેળવવા માટે, માતાપિતા દરેક રીતે સારવાર પ્રદાન કરાવે છે, અને ડોકટરો અને હકીમોના ચક્કર કાપે છે. ધાર્મિક સ્થળોએ પ્રાર્થના પણ કરે છે. સંતાનની પ્રપ્તિ થતી નથી તેનું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. જે યુગલો સંતાન પ્રાપ્તિ ની કામના છે, તેને રામેશ્વરમની યાત્રા કરવી લાભકારક હોય છે, તેમજ સર્પ દેવતાની પૂજા કરવી લાભકારક છે.

ભાગ્યોદય કરવા માટે, ખાંડ અને લોટ મેળવીને કાળી કીડીઓ ને નાખવો જોઈએ સાથે જ માછલીઓ ને લોટ ની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. તેનાથી તમારું ભાગ્ય સાથે આપે છે અને ધન લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે.

ડિસ્ક્લેમર : ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *