ક્યાં ગાયબ થઇ ગયા ‘ઇન્ડિયન આઇડલ 1’ નો ખિતાબ જીતનાર અભિજીત સાવંત? જાણો શું કરે છે હવે?

ક્યાં ગાયબ થઇ ગયા ‘ઇન્ડિયન આઇડલ 1’ નો ખિતાબ જીતનાર અભિજીત સાવંત? જાણો શું કરે છે હવે?

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સીઝન 1 ના વિજેતા અભિજિત સાવંત તમને ચોક્કસ યાદ હશે. 130 સ્પર્ધકોને ટોપ 11 માં સ્થાન આપીને ટ્રોફી જીતનાર અભિજીતને કોણ ભૂલી શકે? અભિજિત લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતા. ચાહકો તેમની વાપસીની રાહ જોઇ રહ્યા છે.

2005 માં આવેલી ઇન્ડિયન આઇડલની પ્રથમ સિઝનના વિજેતા અભિજિત સાવંત હતા. અભિજિતના અવાજનો જાદુ બધેજ બોલી રહ્યો હતો. ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ અભિજિતે ‘જો જીતા વહી સુપરસ્ટાર’ અને ‘એશિયન આઇડલ’માં બીજા અને ત્રીજા રનર અપ તરીકે પણ જીત મેળવી હતી.

ઇન્ડિયન આઇડલ જીત્યા પછી, અભિજિતે તેમનો આલ્બમ ‘આપકા અભિજિત’ પણ શરૂ કર્યો. તેનું ગીત મોહબ્બતે લૂંટાઉંગા સુપરહિટ થયું હતું. આ પછી અભિજિતે તેમનો બીજો આલ્બમ જૂનૂન શરૂ કર્યો. તે પણ હિટ હતો. અભિજિતે આશિક બનાયા આપનેમાં ગીત મરજાવામાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

7 ઓક્ટોબર 1981 ના રોજ જન્મેલા અભિજિત સાવંત મુંબઇના રહેવાસી છે. તેણે વર્ષ 2007 માં શિલ્પા સાથે લગ્ન કર્યા. અભિજિત ઉપરાંત તેના ઘરે એક ભાઈ અમિત સાવંત અને એક બહેન સોનાલી સાવંત છે.

અભિજિતે તેની પત્ની શિલ્પા સાથે નચ બલિયે સિઝન 4 માં ભાગ લીધો હતો. જો કે, જાહેર મતના આધારે આ બંનેને એલિમિનેટ થયા હતા. આ પછી અભિજિતે હુસેન સાથે ઈન્ડિયન આઇડલ સીઝન 5 ને પણ હોસ્ટ કરી હતી. એટલું જ નહીં, અભિજિતે 2009 ની ફિલ્મ લોટરીથી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી હતી.

સમય પસાર થતો રહ્યો, એવું લાગતું હતું કે અભિજિત દિવસે દિવસે નવી ઉચાઈઓ હાંસલ કરશે, પરંતુ ભાગ્યને કંઈક બીજું મંજુર હતું. ધીરે ધીરે અભિજિત ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થવા લાગ્યો. અભિજિતે 2 વર્ષ પહેલા વર્ષ 2018 માં શિવસેનામાં જોડાવાના સમાચાર હતા. જો કે, એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે રાજકારણમાં નહીં આવે અને તેમનું પૂર્ણ ધ્યાન સંગીત પર રાખશે. વર્ષ 2019 માં, તેણે તેનું ગીત બેબી રિલીઝ કર્યું.

હાલમાં, અભિજિત ન તો અભિનયમાં સક્રિય છે ન તો ગાવામાં કે રાજકીય રેલીમાં અભિજિત જોવા મળતો નથી. અભિજીત લાઈમલાઈટની દુનિયાથી દૂર તેના ઘરે આરામ કરી રહ્યો છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે અભિજિત પોતાના એક રિયાલિટી શોમાં કામ કરી રહ્યો છે, જલ્દીથી તે આ શો શરૂ કરી શકે છે. અભિજીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. અભિજીત તેને લેટેસ્ટ ગીત નું અપડેટ તેમના ચાહકો સાથે આપતો રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *