હૂબહૂ પોતાની માતાની કોપી લાગે છે એશ્વર્યા રાય, જુઓ બંને ની આ ખુબસુરત તસવીરો

એશ્વર્યા રાય બચ્ચન માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંની એક છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા માટે દિવાના છે. પણ તેને આ બલાની સુંદરતા ક્યાંથી મળી? સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે બાળકો તેમની સુંદરતા તેમના માતાપિતા પાસેથી મેળવે છે. એશ્વર્યા સાથે પણ એવું જ બન્યું. એશ્વર્યા તેની માતા વૃંદા રાયની ખૂબ નજીક છે. થોડા દિવસો પહેલા એશ્વર્યા રાયની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ હતી.

આ તસવીરોમાં જોઇ શકાય છે કે એશ માતાની ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તે તેની સામે મૂકેલી કેક જોઈ રહી છે. આ ફોટો જોઇને દરેક સ્પષ્ટ કહી શકે છે કે એશ્વર્યા બરાબર તેની માતા ઉપર ગઈ છે. તેણી તેની માતાની જેમ જ લાગે છે. મહત્ત્વની વાત એ છે કે એશ્વર્યા રાયે 51 મી લગ્નગાંઠ પર તેમના માતાપિતા બંને કૃષ્ણરાજ રાય અને માતા વૃંદાની તસવીર શેર કરી હતી. આ તસવીર તેમના યુવાનીના દિવસની છે. આ તસવીર સાથે તેણે લખ્યું કે તમારા માટે હંમેશ માટેનો પ્રેમ. તમે બંનેને મારા ગોલ્ડન એન્જલ્સને 50 મી વર્ષગાંઠની શુભકામના.

આ પહેલા પણ બ્યુટી ક્વીન એશ્વર્યા રાયની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે તેની માતા સાથે બેઠા બેઠા જમતી જોવા મળી રહી છે. તેની આ તસવીર વર્ષ 1994 ની છે. તે સમયે એશ્વર્યાએ તેની સુંદરતાથી ‘મિસ વર્લ્ડ’નું બિરુદ જીત્યું હતું. વિશ્વની સૌથી સુંદર મહિલાનો ખિતાબ પ્રાપ્ત કર્યા પછી, તેણે તેની માતા વૃંદા રાય સાથે જમીન પર બેસીને જમી હતી. આ સાથે, જમતી વખતે, તેણે તેના માથા પર મિસ વર્લ્ડનો તાજ પણ પહેરી લીધો હતો.

જ્યારે એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યારે ઇવેન્ટના હોસ્ટે તેને ડેટ માટે પૂછ્યું હતું. તેણે આ ઓફર નામંજૂર કરી હતી. આ સાથે, એશ્વર્યા રાય બચ્ચનને 2014 ની મિસ વર્લ્ડ સ્પર્ધા દરમિયાન સૌથી સફળ મિસ વર્લ્ડના સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2014 માં યોજાયેલી આ સ્પર્ધામાં, તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું હતું.

આ પછી એશ્વર્યાએ વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. આ બંનેની 9 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું છે. આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર, 2011 ના રોજ થયો હતો. એશ્વર્યા એ પહેલી ભારતીય અને દક્ષિણ એશિયન અભિનેત્રી છે જે અપોરા વિનફ્રેના શોમાં જોવા મળી હતી. એશે કહ્યું હતું કે તેણી પોતાના પતિ અભિષેક માટે કુકીંગ કરવા અને આરાધ્યા સાથે સમય વિતાવવાની મજા લે છે.

એશ્વર્યાએ 21 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તે સમયે તે આર્કિટેક્ટની વિદ્યાર્થી હતી. મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેમણે 1997 માં ‘ઓર પ્યાર હો ગયા’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તેણે ‘આ અબ લોટ ચલે’ (1999), ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999), ‘તાલ’ (1999), ‘જોશ’ (2000), ‘મોહબ્બતેન’ (2000), ‘ધૂમ 2’ (2006), ‘ગુરુ’ (2007), સરબજીત, જજબા, રોબોટ અને ફન્ને ખાન સહીત તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *