દુલ્હન નું મૃત્યુ નક્કી હોવા છતાં પણ 18 કલાક માટે આ રીતે કર્યા લગ્ન

દુલ્હન નું મૃત્યુ નક્કી હોવા છતાં પણ 18 કલાક માટે આ રીતે કર્યા લગ્ન

લગ્ન તો તમે ઘણા જોયા હશે, પરંતુ આ લગ્ન ઘણાજ અલગ છે. અહીં આ છોકરી એ મૃત્યુ ના થોડાક કલાક માટે તેને લગ્ન કર્યા. અમેરિકા ના ન્યુ જર્સી માં રહેતા ડેવિડ મોશર એ કેન્સર પીડિત હેદર લિન્ડસે સાથે હોસ્પિટલ માંજ લગ્ન કર્યા.

31 વર્ષ ની આ દુલ્હન ને તેમના મૃત્યુ ના થોડાક કલાકો પહેલાજ 35 વર્ષ ના એક યુવક સાથે લગ્ન કર્યા. દુલ્હન લગ્ન સમયે હોસ્પિટલ માં હતી અને તેમના ચહેરા પર ઓક્સિજન માસ્ક લાગેલું હતું. દુલ્હન ની એક મિત્ર એ કહ્યું કે એ પળ કંઈક આવો હતો કે મૃત્યુ હું તારા થી ડરેલી નથી. હું એટલી પ્રેમ માં છું કે તે પ્રેમ ને ઉજવવા જઈ રહી છું. ઘણાજ લાંબા સમય સુધી કેન્સર નો ઈલાજ થવા છતાં પણ તેમની પરિસ્થિતિ માં કોઈ પણ બદલાવ થયો ન હતો અને લગ્ન ના 18 કલાક પછી ગયા મહિને તેમનું મૃત્યુ થયું.

લગ્ન માં દુલ્હન ની સાર સંભાળ રાખનાર ડોક્ટર તેમજ નર્સ પણ આમાં સામેલ હતા. આવનાર મૃત્યુ પછી પણ લગ્ન કરનાર યુવતી ને લોકોએ સોસીયલ મીડિયામાં બહાદુર કહી. લગ્ન દરમિયા પરિવાર ના થોડા લોકો પણ હાજર હતા.

દુલ્હન ને બેસ્ટ કેન્સર હતું તેમની હાલત એટલી ખરાબ હતી કે તે લગ્ન ના વચન પણ બોલી શકી ના હતી. દુલ્હન ની દોસ્ત ક્રિસ્ટિના એ ફેસબુક પર ફોટો શેયર કરતા લખ્યું કે ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર હોવા છતાં પણ લગ્ન ના થોડા કલાકો માટે તેણે હિમ્મત ભેગી કરી. હેદર અને ડેવિડ મેં 2015 માં મળ્યા હતા અને જલ્દી જ તે લોકો પ્રેમ કરવા લાગ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *