IND vs NZ, 2nd Test : એજાઝ પટેલે લીધી ભારતીય ઇનિંગની બધી 10 વિકેટ, ઇતિહાસ રચવા વાળા ત્રીજા બોલર

ન્યુઝીલેન્ડના બોલર એજાઝ પટેલે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. એજાઝ પટેલે ભારત સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી.

આ સાથે પટેલ ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. એજાઝ પટેલ પહેલા જિમ લેકર અને અનિલ કુંબલેએ આ કારનામું કર્યું હતું. 22 વર્ષ બાદ પટેલે ફરી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. 21 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે આ ઈનિંગ દરમિયાન 47.5 ઓવર ફેંકી હતી. એજાઝે 2.50ની ઈકોનોમી સાથે 119 રન આપીને તમામ 10 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે જિમ લેકરે માન્ચેસ્ટરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તમામ 10 વિકેટ લીધી હતી. આવું કરનાર તે પ્રથમ બોલર હતા. જિમ લેકરે જુલાઈ 1956માં રમાયેલી આ ઇનિંગ્સ દરમિયાન 51.2 ઓવરમાં 53 રન આપ્યા હતા. તેણે 23 મેડન ઓવર પણ કાઢ્યા હતા.

તે જ સમયે, અનિલ કુંબલેએ ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. 26.3 ઓવરમાં કુંબલેએ 74 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ દરમિયાન કુંબલેએ 9 મેડન ઓવર પણ ફેંકી હતી.

એવા બોલરો કે જેમણે ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લીધી હતી

  • 53/10 – જિમ લેકર વિ ઓસ્ટ્રેલિયા (1956)
  • 74/10 – અનિલ કુંબલે વિરુદ્ધ પાકિસ્તાન (1999)
  • 119/10 – એજાઝ પટેલ વિ. ભારત (2021)

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 109.5 ઓવરમાં 325 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે મયંક અગ્રવાલે મહત્વપૂર્ણ ભાગીદારી કરતા 150 રન બનાવ્યા હતા. તેના સિવાય અક્ષર પટેલે 52 રન બનાવ્યા જ્યારે શુભમન ગીલે ટીમના ખાતામાં 44 રન ઉમેર્યા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં સિરીઝની આ છેલ્લી મેચ નિર્ણાયક બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *