હોટલ માં વાસણ સાફ કરતો આ બાળક આજે છે બૉલીવુડ સ્ટાર

હોટલ માં વાસણ સાફ કરતો આ બાળક આજે છે બૉલીવુડ સ્ટાર

હીરો-હિરોઈન બનવા માટે માયાનગરી મુંબઈ માં હર રોજ હજારો લોકો આવે છે. અહીં આવેલા વધુ લોકો નું સપનું હોય છે બૉલીવુડ એક્ટર બનવાનું. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડેલિંગ માં ઘણા એવા લોકો છે જે બૉલીવુડ એક્ટર બનવા માંગે છે. પરંતુ ઘણા ઓછા લોકો કિસ્મત વાળા હોય છે જેને એક્ટિંગ કરવાનો મોકો મળી જતો હોય છે.

બધાની કિસ્મત સ્ટાર કિડ જેટલી સારી નથી હોતી કે જેને બૉલીવુડ માં હીરો અથવાતો હિરોઈન બનવા માટે વધુ સંઘર્ષ નથી કરવું પડતું. પરંતુ એક આમ આદમી ઘણોજ સંઘર્ષ કર્યા પછી એ મુકામ સુધી પહોંચે છે. એક આમ વ્યક્તિ ને ફિલ્મ માં સાઈડ રોલ મળી જાય તે તેના માટે ઘણુ છે. બૉલીવુડ માં પણ ઘણા એવા સ્ટાર છે જે કોઈ મોટા સેલેબ્રીટી ના બાળક તો નથી પરંતુ પોતાની મહેનત ના દમ પર આજે તે બૉલીવુડ ના ટોપ સ્ટાર બની ગયા છે.

આ પોસ્ટ માં બૉલીવુડ ના એવા સિતારા વિષે વાત કરીશું જે આજે પોતાની મહેનત ના કારણે સફળતા ની ઉંચાઈ પર પહોંચ્યો છે અને આજે તેની વર્ષ માં એક નહિ પરંતુ 3-4 મુવી રિલીઝ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ બૉલીવુડ ના સ્ટાર અક્ષય કુમાર ની. અક્ષય કુમાર બૉલીવુડ ના એક એવા અભિનેતા છે જેને બધીજ ઉમર ના લોકો પસંદ કરે છે. તે વારંવાર તેમની ફોલ્મ થી લોકોને આશ્ચર્ય માં નાખી દે છે. તેમની બધીજ ફિલ્મ નો કોન્સેપટ અલગ હોય છે અને તે હંમેશા એજ કોશિશ કરે છે કે દર્શકો ને નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મૂદા પર વધુ ફિલ્મ બનાવી રહ્યા છે પરંતુ શું તમને ખબર છે કે એક સામાન્ય માણસ થી સુપરસ્ટાર બનવું એ અક્ષય માટે સરળ ન હતું.

તમને કહી દઈએ કે ફિલ્મો માં આવતા પહેલા અક્ષય કુમાર એક હોટલ માં વેટર નું કામ કરતા હતા. બેંકોક થી માર્શલ આર્ટ ની ટ્રેનિંગ લીધા પછી ભારત માં તેને ખાસ કામ ના મળતા તેમના ખર્ચા પાણી માટે તેને વેઈટર નું કામ કર્યું. એટલુંજ નહિ અક્ષય એ ઢાકા માં 6 મહિના સુધી સેલ્સમેન ની નૌકરી પણ કરી. ઢાકા પછી તે દિલ્હી પાછા ફર્યા અને છેલ્લે તેને મુંબઈ ની એક સ્કૂલ માં માર્શલ આર્ટ શીખવાડવાનો મોકો મળ્યો.

સ્કૂલ માં માર્શ આર્ટ શીખવાડતા દરમિયાન એક બાળક ના પિતા એ અક્ષય ને સલાહ આપી કે તેને મોડેલિંગ કરવું જોઈએ. પછી શું અક્ષય એ ફોટોશૂટ કરાવ્યું અને નાના મોટા અસાઈન્મેન્ટ કરવા લાગ્યા. ધીમે ધીમે તે મોડેલિંગ ઇન્ડસ્ટ્રી માં પોપ્યુલર થવા લાગ્યા અને વર્ષ 1991 માં તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ સોગંધ આવી. આ ફિલ્મ પછી અક્ષય એ ફિલ્મ કરિયર ની શરૂવાત થઇ અને ત્યારબાદ અક્ષય એ પાછું ફરીને જોયું નથી.

આજે અક્ષય કુમાર બૉલીવુડ ના સૌથી વધુ પસંદ કરવામાં આવતા સુપરસ્ટાર માંથી એક છે. અક્ષય ની વર્ષ માં એક સાથે ઘણી ફિલ્મો રિલીજ થાય છે અને ઘણી ફિલ્મો હિટ પણ જાય છે. ફિલ્મો માંથી અક્ષય આજે સારી એવી કમાણી કરી લે છે. અક્ષય કુમાર ની ગણતરી આજે અમીર એક્ટર્સ માંથી કરવામાં આવે છે.

અક્ષય એ ઘણાજ ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ ને ફોલોવ કરે છે. તે રોજે સવારે 4 વાગ્યે ઉઠે છે અને પછી દિવસભર કામ કર્યા પછી જમીને સુઈ જાય છે. અક્ષય ને આજે પણ કોઈ ખરાબ આદત નથી તે શરાબ અને સિગારેટ થી દૂર રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *