એવી જગ્યા જ્યાં થાય છે દુનિયાના સૌથી વધુ અખરોટ, મહિનાઓ સુધી ઘર છોડી ને અહીંયા કામ કરવા આવે છે લોકો

એવી જગ્યા જ્યાં થાય છે દુનિયાના સૌથી વધુ અખરોટ, મહિનાઓ સુધી ઘર છોડી ને અહીંયા કામ કરવા આવે છે લોકો

પશ્ચિમ કર્ગિસ્તાન માં ઉઝબેકિસ્તાન ની સીમા થી 70 કિલોમીટર દૂર અર્સાલાંબોબ નામનું એક સ્થાન છે. લગભગ 1300 ની આબાદી વાળું આ સ્થાન બાબાશ અટા ની પહાડીઓ વચ્ચે એક ઉપજાઉ ઘાટીમાં સ્થિત છે. વસંત અને ગરમીમાં બે કુદરતી ઝરણા અહીં પ્રવાસીઓને લોભાવે છે પરંતુ અહીંની સૌથી અનોખી વસ્તુ શરદ ઋતુમાં થાય છે તે છે અખરોટ.

અર્સનાબોબ માં અખરોટ ના જંગલ થી હર વર્ષ 1000 થી 5000 ટન અખરોટ મળે છે. આ દુનિયામાં અખરોટનું સૌથી મોટું એકમાત્ર સ્ત્રોત છે. અહીંના અખરોટ ઘેરા રંગના હોય છે સાથે જ તે પોતાના સ્વાદ અને કીટાણુંઓથી મુક્ત વાતાવરણમાં થવાના કારણે મશહૂર છે. આ અખરોટને યુરોપ અને પૂરા એશિયામાં મોકલવામાં આવે છે.

અહીંના અખરોટ નું આટલું મોટું જંગલ કઈ રીતે બન્યું

આ કિંવદંતી નો એક ભાગ છે. ઘણા લોકોના પ્રમાણે આ કહાની પયગંબર મુહંમદ સાહેબ સાથે જોડાયેલી છે. જેમણે એક માળીને અખરોટના બી આપ્યા હતા અને જંગલમાં જઈને લગાવવાનું કહ્યું. લાંબા સફર પછી તે માળી અર્સનાલબોબ પહોંચ્યો, બરફ થી ભરેલી પહાડી ની તળેટી માં તેણે એક જંગલ શોધ્યુ જ્યાં મોસમ ખૂબ જ સારો હતો.

ત્યાં સાફ પાણી અને જમીન ઉપજાવતી સારી જગ્યાએ જોઈને તેમણે બીયા રોપી નાખ્યા સદીઓ પછી ત્યાં અખરોટના જંગલ તૈયાર થઈ ગયા.

બીજી કહાની

એક બીજી કહાની કંઈક એજ રીતે છે કે યુરોપમાં અખરોટ ના વધુ વૃક્ષ અર્સનાલબોલ ના જંગલ થી જ ગયા છે. 2000 વર્ષ પહેલાં સિકંદરે તેમણે જણાવ્યું હતું આ કહાની પ્રમાણે જ્યારે સિકંદર ની સેના પૂર્વી એશિયા તરફ આગળ વધી રહી હતી ત્યારે આ ઘાટીમાં આવીને રોકાણી.

યુદ્ધમાં થયેલા ઘાવ ના કારણે થોડાક સિપાઈ ઓ આગળ જઈ શક્યા નહિ. તે અર્સાનાલબોબ થી થોડા કિલોમીટર દૂર રોકાઈ ગયા સૈનિકો ને જંગલમાં અખરોટ, સફરજન અને અન્ય ફળ ખૂબ જ મળ્યા. તે ખાઈને તે તરત સાજા થઈ ગયા અને તેમના કમાન્ડર પાસે પહોંચી ગયા. આ જગ્યાને હવે યાદગાર કહેવામાં આવે છે ઉજબેક ભાષા માં યાદગાર નો શાબ્દિક અર્થ થાય છે ઘાયલ.

ઘર છોડીને મહિનાઓ સુધી જંગલમાં અખરોટ વિણે છે લોકો

ઉત્પાદનના અનુસાર જોઈએ તો અખરોટ ઉત્પાદન ઓક્ટોબરથી શરૂ થાય છે. પરંતુ અર્સનાલબોન ના પરિવાર સપ્ટેમ્બરના મધ્ય થી જ પહાડ ના જંગલ માં જવા લાગે છે. લગભગ 3000 પરિવાર અહીં પોતાનું ઘર છોડી દે છે અને 385 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા પહાડી ની દક્ષિણી ઢાળ તરફ ચાલ્યા જાય છે. ગામમાં લગભગ કલાક સુધીના ચાલતા રસ્તા ઉપર સ્થિત આ જંગલમાં દુનિયાનું સૌથી વધુ અખરોટ ઉત્પન્ન થાય છે.

તે લોકો સ્થાનીય વૃક્ષોથી અખરોટ જમા કરતા ચાલે છે. તેમના થેલામાં 20 કિલો સુધી અખરોટ આવી જાય છે. સ્થાનીય કાનૂનના અનુસાર જંગલની જમીન વનવિભાગની સંપત્તિ છે. પરંતુ અર્સાનાલબોબ ના પરિવાર ઘણા હેકટર જમીન ભાડે લે છે. બે મહિના સુધી અહીં આ પરિવારો કેમ્પમાં રહે છે અને ખેતરમાં કામ કરે છે. અહીં અખરોટના એવા પણ વૃક્ષ છે જે વર્ષો જુના કૃષિ વૈજ્ઞાનિકોના અનુસાર અખરોટ ના આ વૃક્ષ 1000 વર્ષ સુધી જીવી શકે છે અને તેમનો વ્યાસ બે મીટર સુધીનો હોય છે.

પૈસા ની જગ્યાએ અખરોટની લેવડદેવડ

અખરોટના સિઝનમાં દુકાનદાર પૈસાની જગ્યાએ અખરોટ ની લેવડદેવડ કરે છે. અખરોટ ના ખેડૂત ઉત્પાદન ના બદલામાં ખાવા પીવાની વસ્તુ ખરીદે છે. બાળકો તેમના બદલામાં ચોકલેટ કેક અને આઈસ્ક્રીમ કરી દે છે. ત્યાં 11 પ્રકારના અખરોટ મળી રહે છે. તેમના દાણાઓ જેટલા મોટા હોય છે કિંમત એટલી જ સારી મળે છે. છાલા ઉતારેલા અખરોટ સૌથી મોંઘા વેચાય છે. સ્થાનિક બજારમાં તેમનો ભાવ 500 એટલે કે 7.16 ડોલર સુધી હોઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *