‘કુછ કુછ હોતા હૈ’ ની ‘અંજલિ’ હવે થઇ ગઈ છે આટલી મોટી, બાળ કલાકર ના રૂપ માં ખુબ મચાવી હતી ધમાલ

હિન્દી ફિલ્મો અને નાના પડદે તેના અભિનયથી લાખો દિલોને જીતનાર સના સઈદનો જન્મદિવસ 22 સપ્ટેમ્બરના રોજ હોય છે. સના સઈદ એ જ છોકરી છે જેણે શાહરૂખની દીકરી, શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ અંજલિ હતું. તેમનો આ કિરદાર ક્યારેય ના ભુલાય તેવો છે. જન્મદિવસ પર સના સઈદથી સંબંધિત ખાસ વાતો જાણીએ.

સના સઈદનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ મુંબઈથી જ પૂર્ણ કર્યો છે. સના સઈદ પહેલા ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં, તેમના રમતિયાળ પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પછી, સના સઈદે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’માં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું.

આ ત્રણ ફિલ્મો પછી, સના સઈદ લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ થઈ ગઈ. ત્યારબાદ તેણે ટીવી સિરિયલોથી હિન્દી સિનેમામાં વાપસી કરી. સના સઈદ 2008 માં ટીવી સીરિયલ ‘બાબુલ કા આંગન છૂટે ના’ અને ‘લો હો ગયી પૂજા ઇઝ ઘર કી’ માં જોવા મળી હતી. તેની એક્ટિંગને નાના પડદે પણ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય તે ઘણાં રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 6’, ‘ઝલક દિખલા જા 7’, ‘નચ બલિયે 7’ અને ‘ઝલક દિખના જા 9’ માં પણ દેખાઈ ચૂકી છે.

2012 માં, સના સઈદ ફરી મોટા પડદે પરત ફરી. તે કરણ જોહર નિર્દેશિત ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સના સઈદ તેના હોટ ચિક લુકને કારણે ચર્ચામાં હતી. ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં સનાની સાથે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા માં હતાં.

હાલમાં સના સઈદ આજકાલ અભિનયની દુનિયાથી દૂર ચાલી રહી છે. જોકે તે ઘણા ટીવી શોમાં અતિથિ અથવા કેમિયો રોલ તરીકે દેખાય છે. આ સિવાય સના સઈદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો માટે તેના ખાસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. જેને તેમના ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *