કપિલ શર્મા ના એક શો કરવા માટે આટલા પૈસા લે છે જજ અર્ચના પૂરન સિંહ

કપિલ શર્મા ના એક શો કરવા માટે આટલા પૈસા લે છે જજ અર્ચના પૂરન સિંહ

સુપરહિટ કોમેડી શો કપિલ શર્મા શોમાં પોતાની હાજરી બનાવનારી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ વિના આ શો થોડો અધૂરો છે. અર્ચના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર બિહાઇન્ડ સીન શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કપિલ શર્માના એક શો માટે અર્ચના પૂરણ સિંહ કેટલો ચાર્જ લે છે?

રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ એક્ટ્રેસ અને ‘ધ કપિલ શર્મા શો જજ’ અર્ચના પૂરણ સિંહ એક શો માટે આશરે 10 લાખ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે અગાઉ નવજોત સિંહ સિદ્ધુ આ શોના જજ હતા. રિપોર્ટ્સ અનુસાર, નવજોત સિંહ સિદ્ધુ આ શો માટે આશરે 25 લાખ રૂપિયા લેતા હતાં. નવજોત સિંહ સિદ્ધુએ શો છોડ્યા બાદ અર્ચનાને શોનો જજ બનાવવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે અર્ચનાએ 1993 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે જીટીવ શો ‘વાહ ક્યા સીન હૈ’ થી ટીવી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે વર્ષે આ શો સુપરહિટ રહ્યો હતો, ત્યારબાદ અર્ચના ફેમમાં દેખાવા માંડી હતી. ત્યારબાદ અર્ચનાએ ‘જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી’ બે બે-શોમાં કામ કર્યું. 2005 માં, અર્ચનાએ એક સ્પર્ધક તરીકે ‘નચ બલિયે’માં ભાગ લીધો હતો. ત્યારબાદ અર્ચનાએ 2006 માં ડાન્સ બેઝ્ડ રિયાલિટી શો ઝલક દિખલા જા હોસ્ટ કર્યો હતો. ‘ધ કપિલ શર્મા શો’માં દેખાતા પહેલા અર્ચના સોનીના શો કોમેડી નાઇટ્સ સર્કસમાં જજ તરીકે પણ કામ કરી ચૂકી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *